________________
શ્રી ગૌતમસ્વામીનો વિલાપ
૯૫
જવાબ: જે જીવ સરળ ચિત્તવાળો હોય, નિરાભિમાની હોય, મંદ ક્રોધાદિ કષાયવાળો હોય, સુપાત્રને દાન આપનારો હોય, મધ્યસ્થ ભાવનાવાળો હોય, ન્યાયી હોય, સાધુના ગુણોની પ્રશંસા કરતો હોય, થોડો પરિગ્રહ રાખે, સંતોષી હોય વળી દેવગુરુનો ભક્ત હોય તે જીવ મરીને મનુષ્ય થાય.
પ્રશ્ન ૫. હે ભગવાન ! સ્ત્રી મરીને પુરુષ શાથી થાય ? જવાબ: હે ગૌતમ! જે સ્ત્રી સંતોષી હોય, વિનયવાળી હોય, સરળ ચિત્તવાળી અને સ્થિર સ્વભાવવાળી હોય, વળી જે સ્ત્રી હંમેશાં સત્ય બોલે તે સ્ત્રી મરીને પુરુષ થાય.
પ્રશ્ન છું. હે દયાળુ પ્રભુ ! પુરુષ મરીને સ્ત્રી ક્યારે થાય ? જવાબ: હે ગૌતમ ! જે પુરુષ ચપળ સ્વભાવવાળો, મૂર્ખ, કદાગ્રહી હોય, વળી માયા અને કુડ-કપટ વડે સ્વજનને ઠગતો હોય, કોઈનો વિશ્વાસ ન કરે અને વિશ્વાસઘાત કરે તે પુરુષ મરીને સ્ત્રી થાય છે.
પ્રશ્ન ૭. હે દયાળુ પ્રભુ ! આ જીવ ક્યા કર્મથી નપુંસક થાય છે ? જવાબ ઃ ગૌતમ ! જે પુરુષ ઘોડાને, વૃષભને, બકરા વગેરે પશુને છેદન કરી નિલાંછન (પુરુષચિહ્નથી રહિત) કરે છે, તેઓના ગલકંબલ વગેરે છેદે છે, કાન વગેરે અવયવોને કાપે છે, જીવહિંસા કરે છે, તે જીવ સર્વ અંગો વડે હીન થાય છે અને નપુંસકપણાને પામે છે.
પ્રશ્ન ૮. હે કૃપાના સાગર ! ક્યા કારણથી જીવ અલ્પ આયુષ્યવાળો થાય છે ? જવાબ : જે પુરુષ નિર્દયપણે જીવોને મારે છે, પરલોક જેવું કાંઈ માનતો નથી. અતિ સંકલેશ કરે છે તે જીવ મરીને શીવકુમાર અને યજ્ઞદત્તની જેમ અલ્પ આયુષ્યવાળો થાય છે.
See , જેમ રમતું મન વિષયમાં, તેમ જ આત્મ લીન; શીઘ લાહે નિર્વાણપદ, ધરેન દેહ નવીન.