________________
૦૬
Fo
-
(૨૦) શ્રી શુભસ્વામીજી ટુંક :શ્રી પાર્શ્વનાથ પ્રભુના પ્રથમ ગણધર શ્રી શુભસ્વામીજી. અજ્ઞાનતિમિરાન્ધાનાં, જ્ઞાનાંજનશલાયા । નેત્રમુન્મીલિતં યેન, તસ્મૈ શ્રી ગુરવે નમઃ ।
રત્નત્રયી ઉપાસના
શ્રી પાર્શ્વનાથ પ્રભુના પ્રથમ ગણધર શ્રી શુભસ્વામીના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી નિર્વાણ પામેલ સિદ્ધ ભગવંતોના ચરણોમાં કોટિકોટિ વંદના. “નમો સિદ્ધાણં-નમો ગુરુણાં’
આ ટુંકની યાત્રા કરવાથી અનેક ગણું પુણ્ય બંધાય છે. બોલો શ્રી શુભગણધર સ્વામી કી જય...... (૨૧) શ્રી ઠત્તવરગિરિ ટુંક :
અવસર્પિણી કાલના પંદરમા તીર્થંકર શ્રી ધર્મનાથ ભગવાન. કલ્પદ્રુમ સધર્માણ-મિષ્ટપ્રાૌ-શરીરિણામ્ । ચતુર્દાધર્મદેષ્ટાર, ધર્મનાથ મુપામહે ॥
શ્રી દત્તવરગિરિ ટુંક ઉપર ૧૦૮ મુનિવરો સાથે જેઠ સુદ-૫ના દિવસે નિર્વાણ પામેલ શ્રી ધર્મનાથ ભગવાનના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી નિર્વાણ પામેલ ૧૯ કોડાકોડી ૧૯ ક્રોડ, ૯ લાખ, ૯ હજાર ૭૦૦ મુનિભગવંતોના ચરણોમાં કોટિ કોટિ વંદન.
“નમો જિણાણું-નમો સિદ્ધાણં''
આ ટુંકની યાત્રા કરવાથી ૧ ક્રોડ પૌષધોપવાસનો લાભ મળે છે. બોલો શ્રી ધર્મનાથ ભગવાન કી જય.....
અતિ લોભ પાપનું મૂળ છે.