________________
સ્તવન મા
સ્તવન માળા
પલમ
દાદા તારી ટીલડીએ સૌના મન મોહ્યા, ભક્ત તણા અંતરીયા ખોલ્યા... ઓ પ્રભુજી મારા...
આંખડી મારી પ્રભુ હરખાય છે. ૨
જ્યાં તમારા મુખના દર્શન થાય છે. ૨ પગ અધીરા દોડતા દેરાસર, ૨ દ્વારે પહોંચે ત્યાં અંજપો થાય છે; જ્યાં તમારા...૨ દેવનું વિમાન જાણે ઉતર્યું ૨ એવું મંદિર આપનું સોહાય છે. જ્યાં તમારા...૨ ચાંદની જેવી પ્રતિમા આપની, તેજ એનું ચોતરફ રેલાય છે. જ્યાં તમારા...૨ મુખડું જાણે પૂનમનો ચંદ્રમા, ૨ દિલમાં તો ઠંડક અનેરી થાય છે, જ્યાં તમારા...૨ બસ તમારા રૂપને નીરખ્યા કરું, ૨ લાગણી એવી હૃદયમાં થાય છે. જ્યાં તમારા...૨
એક પંખી આવીને ઉડી ગયું - ૨ એક વાત સરસ સમજાવી ગયું - ૨ આ દુનિયા એક પંખીનો મેળો, કાયમ ક્યાં રહેવાનું છે ? ખાલી હાથે આવ્યા એવા, ખાલી હાથે જવાનું છે, જેને તેં તારૂં માન્યું, તે તો અહીંનું અહીં સૌ રહી ગયું,
એક પંખી આવીને.. જીવન પ્રભાતે જન્મ થયો ને, સાંજ પડે ઉડી જાતું સગા સંબંધી માયા મૂડી, સૌ મૂકી અલગ થાતું
પાંચ ઈન્દ્રીયોનાં વિષયો ભોગવતાં જેને ભચ લાગે, એ જ ધર્મ કરી શકે.