________________
દીક્ષા ગીતો
ઓઘો છે અનમોલો
(રાગ : હોઠો સે છુલો)
ઓઘો છે અનમોલો, તેનું ખૂબ જતન કરજો મોઘી છે મુંહપત્તિ, તેનું રોજ મનન કરો.. ઓઘો.
આ ઉપકરણો આપ્યા, તમને એવી શ્રદ્ધાથી ઉપયોગ સદા કરો, તમે પૂરી નિષ્ઠાથી આધાર લઈ એનો, ધર્મારાધના કરો... ઓધો. આ વેષ વિરાગીનો, એનું માન ઘણું જગમાં મા-બાપ નમે તમને, પડે રાજ પણ પગમાં, એ માન નથી મુઝને, એવું અર્થ ઘટન કરજો ...ઓઘો. આ ટુકડા કપડાના, કદી ઢાલ બની રહેશે દાવાનલ લાગે તો, દીવાલ બની રહેશે એના તાણા-વાણામાં, તપનું સિંચ કરજો...ઓઘો. આ ઉજલાં વસ્ત્રો તો, છે કાયાનું ઢાંકણ બર્ની જાયે ના જો જો એ માયાનું ઢાંકણ ચોખ્ખું ને ઝગમગતું દિલનું દર્પણ કરજો...ઓઘો
જા સંયમ પંથે દીક્ષાર્થી
(રાગ : બાબુલ કી દુવાયે લેતી જા -)
જા સંયમ પંથે દીક્ષાર્થી, તારો પંથ સદા ઉજમાળ બને જંજીર હતી જે કર્મોની, તે મુક્તિની વરમાળ બને. હોશે હોશે તું વેષ ધરે, તે વેષ બને પાવનકારી ઉજ્જવળતા એની ખૂબ વધે, એને ભાવથી વંદે સંસારી દેવો પણ ઝંખે દર્શનને, તારો એવો દિવ્ય દીદાર બને..જા સંયમ.
6
માતાનો ખોળો એટલે પ્રેમની યુનિવર્સિટી.
૫૮૭