________________
શ્રી રત્નાકર પચ્ચીસી
પ૪૫
તે આપશ્રી પાસે કહી રહ્યો છું. (સરળભાવથી) આપ તો મારી “મા”ના
સ્થાને છો. હું બાળક છું. મારી બધી વાત જો તું નહિ સાંભળે તો કોણ સાંભળશે ? - બાળ ક્રીડામાં આનંદ પામનાર બાળક પોતાનાં માબાપ પાસે કોઈ પણ જાતની શંકા રાખ્યા સિવાય (જે મનમાં આવે તે) શું નથી બોલતો? તેવી જ રીતે હે નાથ ! મારો આશય-મારું નિવેદન પશ્ચાતાપપૂર્વક હું આપની પાસે યથાર્થ રીતે કહીશ. દાન, શીલ, તપ અને ભાવના વિનાનું વ્યર્થ ભવભ્રમણ મેં દાન તો દીધું નહિ, ને શીયળ પણ પાળ્યું નહિ,
તપથી દમી કાયા નહિ, શુભ ભાવ પણ ભાવ્યો નહિ; - એ ચાર ભેદે ધર્મમાંથી કોઈપણ પ્રભુ નવ કર્યું, 'મારું ભ્રમણ ભવસાગરે નિષ્ફળ ગયું, નિષ્ફળ ગયું? જા
સુપાત્ર વિ. ને દાન કરવાથી ભવાંતરમાં જિનશાસનની પ્રાપ્તિ.
શીયળ પાળવાથી સમ્યગ્દષ્ટિદેવનું સાન્નિધ્ય.
તપ કરવાથી દ્રવ્ય-ભાવમાંદગીનો પરિવાર અને ભાવના ભાવવાથી અપૂર્વ ચિત્ત પ્રસન્નતા હે પ્રકૃષ્ટધર્મસાધક નાથ ! તું આ બધાજ ધમની પરાકાષ્ઠાને પામ્યો અને હું કેવો અજ્ઞાની ! કંઈ જ ન કરી શક્યો.
ખરેખર, પ્રભુ ! તારો ધર્મ પામ્યા પછી પણ હું ભવસમુદ્રમાં ડુબી ગયો. કોને કહું ! શું કરું ! કયાં જઉ !
હે પ્રભુ! નથી મેં આ ભવમાં દાન દીધું કે નથી મેં શુદ્ધ બ્રહ્મચર્ય પાળ્યું, નથી કર્યો તપ, તેમ નથી અંતરમાં ભાવ્યો સારો ભાવ. અરેરે! મારો આ ભવનો ફેરો નકામો જ થયો !
અથવા દુઃખી હોય તો દુઃખ વેદતો નથી, દુઃખ ઊલટું સુખરૂપ થઈ પડે છે.