________________
પપ૦
- રત્નત્રયી ઉપાસના
આસન સ્થિર કરી દીધું છે. દુબળો માણસ ત્રણ કોટ પહેરે એવી હાલત મારી છે.
હે પ્રભુ ! મેં વૈરાગ્યનો દેખાવ કર્યો તે પણ બીજાને ઠગવા માટે, ધર્મનો ઉપદેશ કર્યો તે માત્ર લોકોને ખુશી કરવા માટે, વિદ્યા ભણ્યો તે પણ માત્ર વાદ કરવા માટે, આપને મારી હસવા જેવી કેટલીક વાતો કહું ?
મુખ, ચક્ષુ તથા મનનો દુરુપયોગ મેં મુખને મેલું કર્યું દોષો પરાયા ગાઈને, ને નેત્રને નિદિત કર્યા પરનારીમાં લપટાઇને, વળી ચિત્તને દોષિત કર્યું ચિંતી નઠારું પરતણું, હે નાથ ! મારું શું થશે ચાલાક થઈ ચૂક્યો ઘણું. ૧૦ હે શુદ્ધ આત્મસ્વરૂપના સ્વામી ! હું કેવો કમભાગી !
તારૂં શાસન મળ્યા પછી પણ મેં * બીજાના દોષો ગાઈને મોઢામાં વિષ્ટા ભરી * પરસ્ત્રીમાં લંપટ બનીને મારી જ આંખમાં મેં એસીડ નાખ્યું અને * બીજાનું ખરાબ વિચારીને મારા મનને દોષિત કર્યું.
હે પ્રભુ ! “શરીરના જે અંગનો દુરુપયોગ કર્યો હોય એ અંગ ભવાંતરમાં ન મળે' એ કહેવત પ્રમાણે મુખ, આંખ અને મન મને શું ભવાંતરમાં નહિં મળે ? એ નહિં મળે તો ગુણાનુવાદ, જીવદયાપાલન, જીવાદિતત્ત્વ વિચારણા હું શી રીતે કરી શકીશ ! ચાલાક થઈને પણ હું ઘણું બધું ચૂકી ગયો.
અન્યનું વાંકું બોલીને મેં મારા મુખને, પારકી સ્ત્રીઓને જોઈને
=
ઉદાસીનતા એ અધ્યાત્મની જનની છે.