________________
શ્રી રત્નાકર પચ્ચીસી
પપપ
મહામોહથી ગ્રસ્ત થયેલ મારી અવદશા આયુષ્ય ઘટતું જાય તો પણ પાપબુદ્ધિ નવ ઘટે, આશા જીવનની જાય પણ વિષયાભિલાષા નવ મટે; ઔષધ વિષે કરું યત્ન પણ હું ધર્મને તો નવ ગણું, બની મોહમાં મસ્તાન હું પાયા વિનાનાં ઘર ચણું. ૧૬ હે ત્રિભુવનત્રાતા !
ક્ષણે ક્ષણે આયુષ્ય ઘટતું હોવા છતાં પણ પાપ કરવાની મનોવૃત્તિ પ્રતિદિન હરણફાળની જેમ વધી રહી છે.
બધાજ ડોકટરોએ હાથ ખંખેરી દીધા હોવા છતાંય વિષયોની ખણજ જરાપણ વિરામ પામતી નથી.
બાહ્યઔષધો માટે સતત પ્રયત્નશીલ છું. પણ ધર્મરૂપી ઔષધ તો યાદ જ નથી આવતું. ' હે પ્રભુ! ખૂંચ્યો છું મોહના કીચડમાં અને રહેવું છે જિનશાસનરૂપી હવેલીમાં ! જ્યાં પાયો જ નથી નાખ્યો ત્યાં ઘરની તો વાત જ શી રીતે થાય ! વાણીની હાજરી છતાં અન્યની વાણીનો કરેલ સ્વીકાર આત્મા નથી પરભવ નથી વળી પુણ્ય પાપ કશું નથી, મિથ્યાત્વીની કટુ વાણી મેં ધરી કાન પીધી સ્વાદથી; રવિ સમ હતા જ્ઞાને કરી પ્રભુ આપશ્રી તોપણ અરે, દીવો લઈ કૂવે પડ્યો ધિક્કાર છે મુજને ખરે. ૧ાા હે કેવલજ્ઞાનરૂપી સૂર્યથી દેદીપ્યમાન દાદા ! આપશ્રી જેવા નિર્મળજ્ઞાનધારક મહાપુરૂષના અમૃત જેવા મીઠા
તારી (આત્મ) પ્રશંસા કરીશ નહીં અને કરીશ તો તું જ હલકો છે, એમ માનજે.