________________
શ્રી રત્નાકર પચ્ચીસી
દર્શનને છોડી મન ગયું સ્ત્રીઓના શણગાર જોવામાં. કામદેવનાં બાણ મારા ઉપર ધડાધડ છૂટવા લાગ્યાં. હું એનાથી વિંધાઈ ગયો. હે કામવિજેતા ! હવે હું જલ્દીથી તારા દર્શનમાં લીન બની પરમઆનંદને પામું એ જ અંતરની ભાવના છે. એ ભાવના પૂરી કરીશ ને ?
૫૫૩
દૃષ્ટિગોચર થયેલા આપને છોડીને મૂઢ બુદ્ધિવાળા મેં અંતરમાં સુંદર આંખોવાળી સ્ત્રીઓના કટાક્ષ સ્તન, નાભિ તથા કટીતટનું જ ધ્યાન ધર્યું.
સ્ત્રીમુખ દર્શનથી ઉત્પન્ન થયેલ રાગની તીવ્રતા
મૃગનયણી સમ નારી તણા મુખ ચંદ્ર ને નીરખાવતી, મુજ મન વિષે જે રંગ લાગ્યો અલ્પપણ ગૂઢો અતિ; તે શ્રુતરૂપ સમુદ્રમાં ધોયા છતાં જાતો નથી, તેનું કહો કારણ તમે બધું કેમ હું આ પાપથી ? 119811
હે સકલ જીવસૃષ્ટિ પ્રતિ પ્રેમના સિન્ધુ ! ચોલમજીઠના રંગ જેવો થઈ ગયો છે સ્ત્રીઓ વિષે મારો રાગ !
જ્ઞાનના વિશાળ સમુદ્રમાં એ રાગને ધોવા માટે સતત પ્રયત્નશીલ
છું.
છતાં પણ એ રંગ જરાયે ઉખડતો નથી. હે પ્રભુ ! આપ મને આવા શ્યામલ પાપથી બચવાનો ઉપાય પણ નહિ બતાવો ?
(સ્ત્રીઓના) ચપળ ચક્ષુયુક્ત ચહેરાને જોવાથી મનની અંદર જે રાગનો, અંશ લાગ્યો છે તે ચોલમજીઠ જેવો થઈ ગયો છે. પવિત્ર શાસ્ત્રરૂપી સમુદ્રમાં ધોયા છતાં પણ તે શી રીતે જાય?
6.
ઈચ્છાજયવાળું પ્રાણી જ ઊર્ધ્વગામીવત્ છે.