________________
પપ૧
શ્રી રત્નાકર પચ્ચીસી
- પપ૧ મારી આંખોને, પારકાનું અશુભ ચિંતવીને મારા ચિત્તને, મેં દોષિત કર્યા છે. હે પ્રભુ! હવે મારું શું થશે ?
કામાંધ થઈ આત્માને ઊપજાવેલી પીડા કરે કાળજાને કતલ પીડા કામની બિહામણી, એ વિષયમાં બની અંધ હું વિડંબના પાયો ઘણી; તે પણ પ્રકાશ્ય આજ લાવી લાજ આપણી કને, જાણો સહુ તેથી કહું કર માફ મારા વાંકને. ૧૧. હે સમસ્તવિષયના ત્યાગી પરમાત્માનું ! વિષયો એ તો અમૃત કોટેડ પોઈઝન છે.” આવું જાણ્યા પછી પણ હું આંધળો બનીને એનું સેવન કરી રહ્યો છું.
શરીરમાં ઝેર ગયા પછી વિડંબના ન થાય તો બીજું શું થાય?
ભયંકર વિડંબના પામ્યો છું પ્રભુ! છતાં પણ હવે બધીજ શરમ છોડીને આપશ્રી પાસે હું નિવેદન કરી રહ્યો છું. મારા બધાજ દોષો તું માફ કરી દે.
કામથી આંધળા બનેલા મેં કામદેવરૂપી રાક્ષસથી મારી જાતને બહુ કદર્થના ઊપજાવી; હે સર્વજ્ઞ ! શરમ આવે છે તો પણ તે બધું હું આપની સન્મુખ પ્રગટ કરું છું, જો કે આપ તો તે સર્વ હકીક્ત જાણો છો.
મતિભ્રમથી કરેલાં અકાય નવકાર મંત્ર વિનાશ કીધો અન્ય મંત્રો જાણીને, કુશાસ્ત્રનાં વાક્યો વડે હણી આગમોની વાણીને; કુદેવની સંગત થકી કમ નકામાં આચર્યા, મતિ ભ્રમ થકી રત્નો ગુમાવી કાચ કટકા મેં રહ્યા. ૧રા
સત્સંગના અભાવથી ચહેલી આત્મશ્રેણી ઘણું કરીને પતિત થાય છે.