________________
પ૪૮
રત્નત્રયી ઉપાસના
મનની પાષાણથી પણ વિશેષ કઠોરતા. અમૃત ઝરે તુજ મુખરૂપી ચંદ્રથી તો પણ પ્રભુ, ભીંજાય નહિ મુજ મન અરેરે! શું કરું હું તો વિભુ; પત્થરથકી પણ કઠણ મારું મન ખરે ક્યાંથી દ્રવે,
મરદ સમા આ મન થકી હું તો પ્રભુ હાય હવે. છા વૃષ્ટિનું પાણી માટી ઉપર પડે તો સુગંધ ફેલાય અને વૃષ્ટિનું પાણી જે પત્થરા ઉપર પડે તો નકામું જાય તેમ હે મૃદુતાના ધારક નાથ ! આપશ્રીના મુખચંદ્રમાંથી તો અમૃતનો રસ ઝરી રહ્યો છે. - કેટલાયે મહાપુરુષોએ આ રસનું આસ્વાદન કરીને જગતમાં સંયમની સુવાસ ફેલાવી છે જ્યારે મારા જેવા પત્થરાઓ જરાયે ભીંજાતા જ નથી, હે પ્રભુ! પછી સુવાસની તો વાત જ ક્યાં ? વાંદરા જેવું ચંચળ અને પત્થરા કરતાં પણ વધારે કઠણ એવું મારું મન તો ઉત્તમ અમૃતને લાત મારીને વિષયોના ઝેરનું પાન કરી રહ્યું છે. હવે તો પ્રભુ! હું આ મનથી હારી ગયો છું.
આનંદદાયક વર્તનવાળા હે પ્રભુ ! તમારા મુખરૂપી ચંદ્રના દર્શનનો લાભ થયા છતાં પણ આનંદરૂપી રસ મારા મનમાંથી ઝયોં નહિ; તેથી હું ધારું છું કે મારું મન પાષાણથી પણ વધારે
કઠોર છે.
દુપ્રાપ્ય રત્નત્રયીનું પ્રમાદવડે ગુમાવવું. ભમતાં મહા ભવસાગરે પામો પસાથે આપના, જે જ્ઞાન દર્શન ચરણરૂપી રત્નત્રય દુષ્કર ઘણાં; તે પણ ગયા પ્રમાદના વશથી પ્રભુ કહું છું ખરું, કોની કને કિરતાર આ પોકાર હું જઈને કરું ? ૫૮
કોઈ એક સત્પષ શોધો, અને તેના ગમે તેવાં વચનમાં પણ શ્રદ્ધા રાખો.