________________
પ૪૬
અડધા જનક
જ મકાનના જનજ જ હતા
રત્નત્રયી ઉપાસના કષાયના બંધનથી પ્રભુ ભજવાની અશક્તિ હું કોઈ અગ્નિથી બળ્યો વળી લોભ સર્પ ડેશ્યો મને, ગળ્યો માનરૂપી અજગરે હું કેમ કરી બાવું તને? મન મારું માયાજાળમાં મોહન, મહા મુંઝાય છે, ચડી ચાર ચોર હાથમાં ચેતન ઘણો ચગદાય છે. પા
હે કષાયવિજેતા ! * ક્રોધનો વૈશ્વાનરે મારી આત્મભૂમિને સત્વહીન બનાવી દીધી છે.
એમાં શુભભાવનું ધાન્ય ઉગે જે શી રીતે? * માનનો અજગર તો મારો કોળીયો જ કરી ગયો છે. એના વિશાળ
પેટમાંથી હું બહાર શી રીતે નીકળું ? * માયાની જાળમાં તો એવો ફસાઈ ગયો છું કે એને તોડવા માટે
કોઈ ઉપાય જ નથી જડતો. * લોભરૂપી સપનું ઝેર તો રગેરગમાં વ્યાપી ગયું છે. હવે એ નીતરે
કઈ રીતે ?
હે મનમોહન નાથ! આ ચારેય ચોરટાઓએ મારા ચેતનને ચગદી નાખ્યો છે.
હવે તો મને તારું જ શરણ છે.
ક્રોધરૂપી અગ્નિએ મને બાળ્યો, દુષ્ટ લોભારૂપી મોટા સર્વે મને ડિંશ દીધો. અભિમાનરૂપ અજગર મને ગળી ગયો, અને માયારૂપી જાળમાં હું બંધાયો.
તારી ભક્તિ શી રીતે કરું !
દુખનું કારણ માત્ર વિષમતા છે, અને તે જ સમે છે તો સર્વ સુખ જ છે.