________________
૫૪૪
રત્નત્રયી ઉપાસના
હે યોગ ક્ષેમકારકનાથ ! આપશ્રીના નેત્રરૂપી પર્વતમાંથી કરૂણારૂપી નદી ઝરી રહી હોવા છતાં પણ અમારી જીવરૂપી ભૂમિ પીગળતી જ નથી.
હે પ્રભુ ! આપશ્રીની કરૂણારૂપી નદીથી અમારી જીવરૂપી ભૂમિ ફળદ્રુપ બને અને સાથે સાથે હે ભાવવૈદ્ય ! એ ભૂસામાં રહેલાં વિકારો દૂર થાય એવી જ અંતરની પ્રાર્થના છે. આપશ્રી બધુજ જાણોજ છો છતાં પણ મારા હૃદયની હળવાશ માટે આપને હું નિ:સંકોચભાવે જણાવી રહ્યો છું.
ત્રણ જગતના આધાર, કૃપાના અવતાર, અત્યંત દુ:ખથી છૂટે તેવા સંસારના વિકારોને મટાડવામાં વૈદ્ય સમાન, વીતરાગ, બધું જાણવાવાળા એવા હે પ્રભુ ! હું તમારી પાસે બહુ જ મુગ્ધ ભાવથીભોળપણાથી કંઈક વિનંતિ કરું છું.
બાળક જેવા નિખાલસપણાથી વિનંતિ
શું બાળકો માબાપ પાસે બાળ ક્રીડા નવ કરે, ને મુખમાંથી જેમ આવે તેમ શું નવ ઉચ્ચરે ? તેમ જ તમારી પાસ તારક, આજ ભોળા ભાવથી. જેવું બન્યું તેવું કહું તેમાં કશું ખોટું નથી.
Οι
11311
ઓલો નાનો બાલુડો ! કેવો નિર્દોષ ચહેરો ! પોતાની ‘મા' ના ખોળામાં રમી રહ્યો છે. બોલતામં આવડતું નથી છતાં પણ મોઢામાં જે આવે તે બોલી રહ્યો છે.
આવું કાલુંઘેલું બોલતો હોવા છતાં પણ બધાયને આનંદ આપે છે. બસ, પ્રભુ !
હું આપશ્રી પાસે એક નાનકડો બાળક છું. બહુજ અજ્ઞાની છું. બોલતાં તો શું આવડે ? છતાં પણ અત્યારે મારી જેવી સ્થિતિ છે
Lock
જેનો ઈશ્વર પર દૃઢ વિશ્વાસ હોય છે, તે જીવ દુઃખી હોતો નથી.