________________
શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ
૨૯૩
સામાયિક વિધિએ લીધું, વિધિએ પાયું, વિધિ કરતાં જે કોઈ અવિધિ થઈ હોય તે સવિ મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડં.
દશ મનના, દશ વચનના, બાર કાયાના, એ બત્રીસ દોષમાંથી જે કોઈ દોષ લાગ્યો હોય તે સવિ કરી મન વચન કાયાએ કરી મિચ્છામિ
કુકડ.
(ત્યારબાદ સ્થાપનાચાર્યનું સ્થાપન કર્યું હોય તો સવળો હાથ રાખી એક નવકાર બોલવો. ગુરુ હોય ને આચાર્યજીની સન્મુખ પ્રતિક્રમણ કર્યું હોય
તો નવકાર ગણવાની જરૂર નથી.) નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં,
નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, - એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ.
સામાયિક પારવાનો વિધિ સંપૂર્ણ / ઈતિ શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ સમાપ્ત.
明圖
બ્રુિવા-કણિકા
–
ખાલી હાથે આવ્યો છે ને ખાલી હાથે પાછો જઈશ. અભિમાન લેવું જ હોય તો તારા પોતાના લોહીમાં લેજે, તારાં વિચારોમાં લેજે અને તારાં સંતાનમાં લેજે. ડીગ્રી એ ગણિતમાં આવતાં શૂન્ય જેવી જ છે. જ્યાં સુધી એની સામે એકડો ના લાગે ત્યાં સુધી એની કિંમત શૂન્ય જ રહેવાની. ઈશ્વરની ચેતના સત્ય અને નમ્રતારૂપી એકડો લાગે ત્યારે જ તેની ખરી કિંમત જીવનમાં થશે.
જે આપણા ઉપર વિશ્વાસ રાખે, તેની સાથે કોઈ રીતે વિશ્વાસઘાત ન કરવો.