________________
૪૬૦
રત્નત્રયી ઉપાસના
શ્રી જ્ઞાનપંચમી તપનો વિધિ આ તપ કાર્તિક સુદી ૫ (જ્ઞાનપંચમી) ના દિવસથી શરૂ કરવો. તે દિને ઉપવાસ કરવો. જ્ઞાન સમક્ષ કોરા કાગળ, પેન્સિલ, ફળ, નૈવેદ્ય, વગેરે મૂકવું. સાથીયા, ખમાસમણ, કાઉસ્સગ્ન વિગેરે ૫૧ કરવાં.
» હીં નમો નાણસ્સ એ પદની વીશ નવકારવાલી ગણવી. પાંચ દિવેટનો દીપક કરવો. આ તપ પાંચ વર્ષ અને પાંચ માસ સુધી દરેક સુદ પંચમીએ ઉપવાસથી આરાધવો. દરેક સુદ પંચમીએ પાંચ અગર એકાવન સાથીયા, ખમ. વગેરે ઉપર લખ્યા મુજબ કરવું. શક્તિના અભાવે આ તપ ન જ થાય તો કાયમ માટે કાર્તિક સુદ ૫ નો ઉપવાસ તો છોડવો જ નહીં અને તે દિવસે પૌષધ કરવા પણ ધ્યાન રાખવું.
જ્ઞાનનો દુહો :અધ્યાતમ શાને કરી, વિઘટે ભવ ભ્રમ ભીતિ; સત્ય ધર્મ તે જ્ઞાન છે, નમો નમો જ્ઞાનની રીતિ /1.
શ્રી અષ્ટમી તપનો વિધિ. આ તપ દર માસની શુકલ અષ્ટમીએ ઉપવાસ કરવાથી થાય છે. » હ્રીં નમો સિદ્ધાણં એ પદની ૨૦ નવકારવાળી, ૮ કે ૩૧ લોગસ્સનો કાઉસ્સગ્ગ, અને તેટલા જ ખમાસમણ, સાથિયા વગેરે કરવું. આ તપ આઠ વર્ષ અને આઠ માસ સુધી કરવાનો છે, બીજી રીતે ૧૩ એકાસણાં, ૨૪ નીવિ અને ૧૫ આયંબિલ એકી સાથે કરવાથી પણ આ તપ પૂર્ણ થાય છે. બાકીનો વિધિ ઉપર પ્રમાણે સમજવો.
શ્રી પોષ દશમ તપ વિધિ આ તપ પોષ દશમી એટલે કે માગસર વદ ૧૦ (ગુજરાતી)ના
૧. દરેક તપમાં કાઉસ્સગોગ લોગસ્સનો કરવા. ન જ આવડે તો એક લોગસ્સના ચાર નવકાર પ્રમાણે ગણવું.
પોતાના મિથ્યા તર્કને ઉત્તેજન આપવું નહીં.