________________
રત્નત્રયી ઉપાસના
૪૮૮
બાદ દેવ વાંદવાની શરૂઆત કરવી. મુઠિસહિએના પચ્ચકખાણવાળાએ દેવવંદન પહેલાં મુઠિસહિઅં પચ્ચખાણ પાળી, પાણી પીને પાણહારનું પચ્ચખાણ લઈ લેવું જોઈએ, દેવવંદન બાદ પાણી પી શકાય નહીં.
૨૪ માંડલાં. સ્પંડિલની પડિલેહણા જેણે સવારે આઠ પહોરની પોસહ ઉચ્ચર્યો હોય અથવા જેમણે સાંજે રાત્રિ પોસહ ઉચ્ચયો હોય તેમણે સાંજના દેવવંદન પછી અને પ્રતિક્રમણ કરતાં પહેલાં કુંડળ ન લીધા હોય તો લઈને કાને ભરાવી સાચવી રાખવા, તથા દંડાસણ, રાત્રિમાં ઉપયોગમાં લેવા માટે ચુનાવાળું અચિત્ત પાણી, કુંડી, પુંજણી અને જરૂર પડે તેમ હોય તો લોટો વગેરે યાચી રાખવા.
પછી ખમા. ઈરિયાવહિયા કરી લોગસ્સ સુધી કહેવું. પછી ખમા. ઈચ્છા. સ્પંડિલ પડિલેહું? (ગુરુ : પડિલેહેહ), ઈચ્છે કહી ચોવીશ માંડલાં કરવાં. માંડલા કરતી વખતે સંથારાની બાજુ મનમાં કલ્પી, ચરવળો કંપાવતાં, પહેલાં જ માંડલાં કરવાં. ઉપાશ્રયના દ્વારની અંદર કલ્પી બીજાં છ માંડલાં કરવાં. દ્વારની બહાર કલ્પી ત્રીજા છ માંડલાં કરવાં. ઉપાશ્રય પોસહશાળાથી ૧૦ ડગલાં દૂર કલ્પી ચોથાં છ માંડલાં કરવાં.
૨૪ માંડલા
૧. સંથારાની જગ્યાએ કરવાના છે ૧. આઘાડે આસન્ને ઉચ્ચારે પાસવર્ણ અણહિયાસે. ૨. આઘાડે આસન્ને
પાસવણે અણહિયાસે. ૩. આઘાડે મક્કે ઉચ્ચારે પાસવર્ણ અણહિયાસે. ૪. આઘાડે મક્કે
પાસવણે અણહિયાસે. ૫. આઘાડે દૂરે ઉચ્ચારે પાસવણે અણહિયાસે. ૬. આઘાડે દૂર
પાસવણે અણહિયાસે.
મા, બહેનથી પણ એકાંત રહેવું નહીં.