________________
ચાતુર્માસ આરાધના વિધિ
પ૨૯
ભગવાનના કાળમાં સગરચક્રીએ સાતમો ઉદ્ધાર કરાવ્યો, (૮) શ્રી અભિનંદન સ્વામીના કાળમાં વ્યંતરેન્ડે આઠમો ઉદ્ધાર કરાવ્યો, (૯) શ્રી ચંદ્રપ્રભસ્વામીના શાસનમાં ચંદ્રયશ રાજાએ નવમો ઉદ્ધાર કરાવ્યો, (૧૦) શ્રી શાંતિનાથ ભગવાનના પુત્ર ચક્રાયુધે દશમો ઉદ્ધાર કરાવ્યો. (૧૧) શ્રી રામચંદ્રજીએ મુનિસુવ્રત સ્વામીના શાસનમાં અગિયારમો ઉદ્ધાર કરાવ્યો. (૧૨) પાંચ પાંડવોએ બારમો ઉદ્ધાર કરાવ્યો, (૧૩) આ પાંચમા આરામાં વિ.સં. ૧૮ માં શ્રી વજસ્વામીની નિશ્રામાં જાવડશાએ તેરમો ઉદ્ધાર કરાવ્યો. (૧૪) કુમારપાળ રાજાના સમયમાં બાહડ મંત્રીએ વિ.સં.૧૨૧૩ માં ચૌદમો ઉદ્ધાર કરાવ્યો. (૧૫) વિ.સં.૧૪૪૧ માં સમરાશાહે પંદરમો ઉદ્ધાર કરાવ્યો. (૧૬) છેલ્લો ઉદ્ધાર જે આજે ચાલુ છે તે વિ.સં.૧૫૮૩માં વૈશાખ વદિ ૬ના કરમાશાહે સોળમો ઉદ્ધાર કરાવેલ છે અને છેલ્લો સત્તરમો ઉદ્ધાર હવે શ્રી દુષ્પહસૂરિના ઉપદેશથી વિમલવાહન રાજા કરાવશે.
નવટુંકના મૂળનાયકનાં નામ ૧. દાદાની ટુંકમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન છે. ૨. મોતીશા શેઠની ટુંકમાં પણ શ્રી આદીશ્વર ભગવાન છે. ૩. શ્રી બાલાભાઈ શેઠની ટુંકમાં શ્રી આદીશ્વર ભગવાન છે. ૪. શેઠ પ્રેમચંદ મોદીની ટૂંકમાં શ્રી આદીશ્વર ભગવાન છે. ૫. શેઠાણી ઉજમબાઈની ટુંકમાં શ્રી આદીશ્વર ભગવાન છે. ૬. શેઠ સાકરચંદ પ્રેમચંદની ટુંકમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાન છે. ૭. છીપાવલીની ટુંકમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન છે. ૮. શ્રી ચૌમુખજીની ટુંકમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન ચૌમુખજી છે. ૯. શેઠ નરસી કેશવજીની ટુંકમાં મૂળનાયક શ્રી અભિનંદન સ્વામી છે.
સમસ્વભાવીનું મળવું એને જ્ઞાનીઓ એકાંત કહે છે.