________________
પ૩૬
-
૨
રત્નત્રયી ઉપાસના
જેના ગુણોના સિંધુના બે બિન્દુ પણ જાણું નહીં, પણ એક શ્રદ્ધા દિલમહીં કે, નાથ સમ કો છે નહીં. જેના સહારે ક્રોડ તરીયા, મુક્તિ મુજ નિશ્ચય સહી. એવા. ૪૮ જે નાથ છે ત્રણ ભુવનના, કરૂણા જગે જેની વહે, જેના પ્રભાવે વિશ્વમાં, સદ્દભાવની સરણી વહે, આપે વચન “શ્રી ચંદ્ર જગને, એ જ નિશ્ચય તારશે, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું. ૪૯
勇圖
અઢાર જાતના દૈનિક પાપોની રોજ માફી માગી
જીવહિંસા, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન,. માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, આળદેવું, ચાડી ખાવી, હર્ષ-શોક, નિંદા, કપટ વિદ્યા, મિથ્યાત્વશલ્ય એ અઢાર પાપસ્થાનકમાંહિ જે કોઈ પાપ સેવ્યું હોય, સેવરાવ્યું હોય કે અનુમો હોય તેને હું મન, વચન | અને કાયાથી નિંદુ છું.
વિશ્વના જીવોની હિંસા માટે રોજ ક્ષમા માગો. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, દેવતા, નારકી, તિર્યંચ-પંચેન્દ્રિય અને મનુષ્યો આ પ્રમાણે ચોરાશી લાખ છવાયોનિમાં વર્તતા જીવોની હિંસા કરી હોય, કરાવી હોય કે અનુમોદિ હોય તે સર્વ જીવોની હું મન, વચન અને કાયાથી ક્ષમા માગું છું.
જિનશાસનના મુનિ ભગવંતોને અનુકુળ થવાથી, તેમની ભક્તિ વિગેરે કરવાથી રાહુ, કેતુ તેમજ શનિ આ ત્રણેય
દુષ્ટગ્રહો અનુકુળ બની જાય છે.
એક ભવના થોડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીંવધારવાનો પ્રયત્નસપુરૂષો કરે છે.