________________
શ્રી તીર્થકર વંદનાવલિ
પ૪૧
વિનય ભરેલાં હૃદયથી નમતાં જનોના શિર પરે, જેના ચરણ-નખના કિરણ જલધાર સમ વરસ્યાં કરે; ને એ ભવિકના મનતણા સવિ ભાવમલ દૂર કરે; જિનરાજ તે નમિનાથના નખકિરણ અમ રક્ષા કરે. ૨૩ ચદુવંશરૂપી સિંધુને જે ઈન્દુ થઈ હરખાવતા, ને કર્મરૂપ અરણ્યને જે અનલ થઈને બાળતાં; તે નાથ નેમિજિનેશ વહાલાં અમ હૃદયના અશુભને, હરનાર થાજો ને વળી પ્રગટાવજો શુભ ભાવને. - ૨૪ અતિ ઘોર ઉપસગો કરીને પીડનારા કમઠને, અતિ ઉચ્ચ ભાવોને ધરીને પૂજનારા ધરણને; જે તુલ્યભાવે દેખતાં ને નિજ સ્વરૂપે રાજતા, તે પાર્શ્વપ્રભુ પરમેશ્વરા અમ આત્મલક્ષ્મી આપતા. ૨૫ ક્રીડા કરતાં રાજ હંસો માનસરમાં રાજતા, મહાનંદરૂપી સરમતી તિમ જેહ અતિશય દીપતા; અદ્ભુત કે વલસંપદાથી નાથ થઈ જે શોભતા, અરિહંત તે શ્રી વીરજિનને, ભાવથી સહુ વંદતા. ૨૬ પાસ ઉપસર્ગો કરી નિજ ધ્યેય ચૂકી ભાગતા, સંગમ સુરાધમને પરમ ધ્યાને રહીને પોખતા; શ્રી વીરના નયને વહ્યો કરૂણાતણો અશ્રુઝરો, કરૂણાભયાં તે નેત્રયુગ આ વિશ્વનું મંગલ કરો. ૨૭ રવિ-ચન્દ્ર કેરાં તેજને નિજ તેજથી જે જીતતા, ને સુર-અસુરના ઈન્દ્ર જેને ભાવનાથી પૂજતા; જે કર્મમલથી મુક્ત છે સંત્રાસથી પણ મુક્ત છે, તે ત્રણ-ભુવન-શિરતાજ વહાલાં વીર જ્યશ્રી યુક્ત છે. ૨૮
. (શાર્દૂલવિક્રીડિત). જે પૂજાય સુરાસુરેશ્વર થકી, જેને ભજે પંડિતો, જેણે કર્મ-સમૂહનો ક્ષય કર્યો, જેને નમે સૌ સદા;
ક, જન મન પર છે કે કલા વાર ન કામ કરવા તમ કક, કેક
-
it
i s
પૂર્વકર્મનથી એમ ગણી પ્રત્યેક ધર્મસેવ્યાજવો, તેમછતાંપૂર્વકર્મનડેતો શોક કરવો નહીં.