________________
ચાતુર્માસ આરાધના વિધિ
Sone
તેનાં
અવસર્પિણીમાં પહેલો સંઘ કાઢ્યો હતો, તેમની પાદુકા છે, દર્શન કરી આગળ વધતાં ત્રીજા વિસામે નવાકુંડથી ઉપર ચઢતાં જમણી બાજુ જે દેરી છે, તેમાં શ્રી આદિનાથ, શ્રી નેમિનાથ, તથા નેમિનાથ પ્રભુના ગણધર શ્રી વરદત્તનાં પગલાં છે. (૩) ત્યાંથી ચોથા પછી પાંચમા વિસામા ફંડની જોડે ઊંચી દેરીમાં શ્રી ઋષભદેવના પગલાંનાં દર્શન કરી હિંગળાજનો હડો ચઢ્યા એટલે નવા રસ્તે જતાં નાકા પર દેરીમાં શ્રી કલિકુંડ પાર્શ્વનાથ ભગવાનનાં પગલાં છે. જૂના રસ્તે આગળ વધતાં સમવસરણ આકારે ચોરા પર શ્રી મહાવીરસ્વામીનાં પગલાં છે. ત્યાં દર્શન કરી આગળ વધ્યા એટલે છાલાકુંડની સામે રસ્તા પર શાશ્વતા શ્રી ઋષભ, ચંદ્રાનન, વારિષેણ અન વર્ધમાન પ્રભુનાં પગલાં છે. (૪) અહીંથી નવા રસ્તા પર જતાં ગોરજીની દેરીઓ કહેવાય છે ત્યાં
એક નાના દેરાસરમાં પદ્માવતી દેવીના મસ્તક પર શ્રી પાર્શ્વનાથ ભગવાનની નાની મૂર્તિ છે. તેનાં દર્શન કરી આગળ ચાલતાં ચઢાણ પૂરું થતાં જૂના નવા રસ્તાના સંગમ પર જે મોટી દેરી આવે છે, તેમાં ચાર કાઉસ્સગીઆ શ્યામ પાષાણના છે તે દ્રાવિડ, વારિખિલ્લ જે ઋષભદેવ સ્વામીના પૌત્રો છે જેઓ કાર્તિકી પૂર્ણિમાના દિવસે ૧૦ કરોડ મુનિઓ સાથે મોક્ષે ગયા છે, ત્રીજા રાજીમતીના ભાઈ શ્રી અઈમુત્તામુનિ અને ચોથા શ્રી નારદ ઋષિ જેઓ ૯૧ લાખ મુનિવર સાથે મોક્ષે પધાર્યા છે, તેમનાં દર્શન વંદન કરી આગળ વધવું.
તે
(૫) આગળ વધતાં રસ્તા પર પાંચ કાઉસ્સગીઆની જે દેરી છે, પાંચ રામ ભરત જેઓ ત્રણ ક્રોડ મુનિઓની સાથે અહીં મોક્ષે
દુર્જનતા કરી ફાવવું એ જ હારવું, એમ માનવું.
૫૨૭