________________
પોષહ લેવાની વિધિ
Pre
કંદોરો છોડી બાંધનારે ઈરિયાવહિયા કરવા. પછી બધાએ સાથે નીચે પ્રમાણે વિધિ કરવો. ખમા. ઈચ્છકારી ભગવન્ પસાય કરી પડિલેહણા પડિલેહાવોજી એમ કહી સ્થાપનાચાર્ય બોલ બોલીને પડિલેહવા. સ્થાપનાચાર્યનું પડિલેહણ થઈ ગયું હોય તો વડીલનું ઉત્તરીય-ખેસ (વગેરે) વસ્ત્ર પડિલેહવું. ખમા. ઈચ્છા. ઉપધિ મુહપત્તિ પડિલેહું ? (ગુરુ : પડિલેહેહ.) ઈચ્છું કહી ઉપધિ મુહપત્તિ પડિલેહવી.
પછી ખમા. ઈચ્છા. સજ્ઝાય કરૂં ? (ગુરુ : કરેહ.) ઈચ્છું કહી ઉભડક બેસી એક નવકાર ગણી ‘“મર્ણા જિણાણું.’’ ની સજ્ઝાય કહેવી.
પછી વાપર્યું હોય તેણે બે વાંદણા દઈ પાણહારનું પચ્ચક્ખાણ કરવું, તિવિહાર ઉપવાસવાળાએ ખમાસમણ દઈ પાણહારનું પચ્ચક્ખાણ કરવું. ચોવિહાર ઉપવાસવાળાએ પચ્ચક્ખાણનું સ્મરણ કરીને એમ ને એમ બેસવાનું છે. સવારે તિવિહાર ઉપવાસનું પચ્ચક્ખાણ કર્યું હોય, પરંતુ પાણી પીધું ન હોય અને પીવું પણ ન હોય તો ચોવિહારનું પચ્ચક્ખાણ કરવું. જેની ઈચ્છા હવે પછી પણ પાણી પીવાની હોય, તેણે ગુરુ મહારાજની અનુજ્ઞા મેળવી મુટ્ઠિસહિઅંનું પચ્ચક્ખાણ કરવું.
ખમા. ઈચ્છા. ઉપધિ સંદિસાહું ? (ગુરુ : મંદિસાવેહ) ઈચ્છું. ખમા. ઈચ્છા. ઉપધિ પડિલેહું ? (ગુરુ : પડિલેહેહ) ઈચ્છું કહી પ્રથમ પડિલેહતાં જે કાંઈ બાકી રહેલ હોય તે સર્વ ઉપકરણો પડિલેહવા. રાત્રિ પોસહવાળાએ પહેલાં કામળી પડિલેહી બાકીની ઉપધિ પડિલેહવી. પડિલેહણ બાદ સર્વ ઉપધિ લઈ ઊભા થઈ જવું. પછી દંડાસણ યાચી કાજો લેવાના વિધિ પ્રમાણે કાજો લેવો.
રાત્રિપોસહ કરવાની ઈચ્છાવાળાએ ઓછામાં ઓછું એકાસણું તો કરેલું હોવું જ જોઈએ.
પડિલેહણ પછી કાજો પરઠવ્યા સુધી નીચે બેસવું નહીં. પરઠવ્યા
6.
હિંસક અને અનાચારી ધર્મને વળગવું નહીં.
૪૮૭