________________
શ્રી નવપદ તપ આરાધના વિધિ
લીમડાનું પંચાંગ - (છાલ ડાખળી, પાન, મૂળ, મહોર.) પૌષ્ટિક, જ્વરઘ્ન, શીતલ, ઉલટી બંધ કરનાર, પિત્તશામક,
તૃષાહર, મુંઝવણ નાશક.
શીતલ, પિત્તશામક.
* સુખડની જાત * વખમો – પેટનો દુ:ખાવો - આફરો દૂર કરનાર આહાર પાયક,
ભેદક, વાતહર.
1
-
* હળદર
અપચાનો નાશ કરનાર, કફઘ્ન, પૌષ્ટિક.
આંકડો, ઉપલેટ, કેરડાના મૂળ, કંદરૂ, ખેર, ખારો, ખેરસાળ, ગુગલ, ગોમુત્ર, ચિત્રક, ચુનો, ટંકરખાર, તગર, થુવર, થોર, ફુલાવેલી ફટકડી, બાવળ, બોરડી, બૂચકણ વગેરે પણ અણાહારી છે. જે વસ્તુ ઘણી કડવી હોય અથવા જેનો બિલકુલ સ્વાદ ન હોય અથવા અનિષ્ટ સ્વાદવાળી હોય તે અણાહારી ગણાય છે.
ચૌદ નિયમની વિગત
(૧) સચિત્ત : સચિત્ત દ્રવ્યોની સંખ્યાનો નિયમ. (૨) દ્રવ્ય : જુદા જુદા નામવાળી અને સ્વાદવાળી ચીજોની સંખ્યાનો નિયમ. (૩) વિગઈ : ઘી, ગોળ, દૂધ, દહીં, તેલ અને પક્વાન્ન (કડા) એ છ વિગઈઓમાંથી અમુક વિગઈઓનો (મૂળથી કે કાચીનો) ત્યાગ, ઓછાંમાં ઓછી એક વિગઈનો (મૂળથી કે કાચીનો) ત્યાગ કરવો જોઈએ.
નોધ : સચિત્ત વગેરે નામથી અને પરિમાણથી એમ બંને રીતે ધારવામાં આવે તો વધારે સારૂં. જેમકે બે સચિત્ત વસ્તુઓથી વધારે ત્યાગ એમ પરિમાણ કર્યું, પણ સાથે સાથે જે બે સચિત્ત વસ્તુઓ વાપરવાની હોય તેના નામ સાથે પરિમાણ કરવું. જેમ કે કેરી અને કાકડી સિવાય સચિત્તનો ત્યાગ. વક્તમાં વજન ધારવાં કરતાં અમુક વખતથી વધારે વખત કંઈ પણ ખાવું નહિ એમ ધારવામાં વધારે સારૂં રહે.
-
કુટુંબકલેશ થાય તેવું ક્યારે પણ કરવું નહી.
૪૭૫