________________
શ્રી નવપદ તપ આરાધના વિધિ.
૪૭૧
સાર, જાણે તેહને વંદના, એક શ્વાસે સો વાર. શ્રી. ૧૮. ઉત્પાદાદિ પૂર્વ જે, સૂત્ર અર્થ એક સાર; વિદ્યામંત્ર તણો કહ્યો, પૂર્વ શ્રુત ભંડાર શ્રી. ૧૯. બિંદુસાર લગે ભણે, તેહી જ પૂર્વ સમાસ, શ્રી શુભવીરને શાસને, હિજ્યો જ્ઞાનપ્રકાશ. શ્રી. ર૦.
ખમાસમણા દીધા પછી ચોખાની પસલી ભરીને ઉપર રૂપાનાણું અથવા પૈસો સોપારી મૂકીને ઉભા રહી બોધાગાઉં સ્તુતિ અથવા
જ્ઞાન સમો કોઈ ધન નહીં, સમતા સમું નહિ સુખ; જીવિત સમી આશા નહિ, લોભ સમું નહિ દુઃખ. ૧
આ દુહો બોલીને પસલી કુંભમાં નાંધવી. પછી ખમાસમણ દઈને ઈચ્છાકરણ સંદિસહ ભગવન્! શ્રુતદેવતા આરાધનાથે કાઉસ્સગું કરું? ઈચ્છ, શ્રુતદેવતા આરાધનાથે કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થ. કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરવો. પછી નમોડહતું. કહીને જ્ઞાનની થોય નીચે પ્રમાણે કહેવી. - ત્રિગડે બેસી શ્રી જિનભાણ, બોલે ભાષા અમીય સમાણ, મત અનેકાંત પ્રમાણ; અરિહંત શાસન સફરી સુખાણ, ચઉ અનુયોગ જિહાં ગુણખાણ, આતમ અનુભવ ઠાણ; સકલ પદારથ ત્રિપદી જાણ, જોજન ભૂમિ પસરે વખાણ, દોષ બત્રીશ પરિહાણ; કેવલી ભાષિત તે શ્રુતનાથ, વિજયલક્ષ્મીસૂરિ કહે બહુમાન, ચિત્ત ધરો તે સયાણ. ૧૫
પછી વશ પ્રદક્ષિણા દેવી. આ મુજબની વિધિ દરરોજ કરવાની છે.
કલ્યાગક આરાધન વિધિ એક દિવસે એક કલ્યાણકે એકાસણું, બે કલ્યાણકે આયંબિલ, ત્રણ કલ્યાણકે આયંબિલ અને એકાસણું, ચાર કલ્યાણકે ઉપવાસ અને પાંચ કલ્યાણકે ઉપવાસ તથા એકાસણું કરવું.
ગુરૂને આસને બેસવું નહીં. કોઈ પ્રકારની તેથી મહત્તા ભોગવવી નહીં.