________________
૪૭૨
રત્નત્રયી ઉપાસના
જાપ ઃ (૧) ચ્યવન કલ્યાણકે હું શ્રી પરમેષ્ઠિને નમઃ (૨) જન્મ કલ્યાણકે હ્રીં શ્રી અહત નમઃ (૩) દીક્ષા કલ્યાણકે હું શ્રી નાથાય નમઃ (૪) કેવલજ્ઞાન કલ્યાણકે છે હ્રીં શ્રી સર્વશાય નમઃ (૫) મોક્ષ કલ્યાણકે છે હ્રીં શ્રી પારંગતાય નમ:. જે દિવસે જે કલ્યાણક હોય તે કલ્યાણકના પદની વીશ નવકારવાળી ગણવી. કાઉસ્સગ વગેરે બાર બાર કરવા. ખમાસમણનો દુહો આ પ્રમાણે :
પરમ પંચ પરમેષ્ઠિમાં, પરમેશ્વર ભગવાન; ચાર નિક્ષેપે ધ્યાઈએ, નમો નમો શ્રી જિનભાણ. Ill
દીવાળી પર્વનું ગળણું. રાત્રે લગભગ આઠ વાગે શ્રી મહાવીર સ્વામિ સર્વજ્ઞાય નમ:. પદની ૨૦ નવકારવાળી ગણવી. રાત્રિના ત્રીજા પહોરે શ્રી મહાવીરસ્વામી પારંગતાય નમ:. પદની ૨૦ નવકારવાળી ગણવી અને દેવ વાંદવા. પ્રભાતે શ્રી ગૌતમ સ્વામી સર્વજ્ઞાય નમ: પદની ૨૦ નવકારવાળી ગણવી અને દેવ વાંદવાં.
ચંદનબાલા અઠ્ઠમતપ વિધિ આ તપમાં એક અઠ્ઠમ કરી ચોથે દિવસે પારણે રૂપાની સુપડીથી મુનિરાજને અડદના બાકળાનું દાન દઈ પોતે પણ તેનું પારણું કરવું. પચ્ચકખાણ ઠામ ચઉ વિહાર આયંબિલનું કરવું. વહોરાવનાર ચંદબાબાની જેમ સુતરની આંટી હાથ-પગમાં નાખી એક પગ ઉંબરાની બહાર અને એક પગ અંદર રાખી મુનિને વહોરાવે અને ગુરુપૂજન કરે. શ્રી મહાવીર સ્વામિનાથાય નમ એ પદની ૨૦ માળા ગણવી સાથિયા, ખમાસમણા, કાઉસ્સગ્ગો બાર બાર કરવા.
શ્રી ક્ષીરસમુદ્ર તપ વિધિ આ તપમાં સાત ઉપવાસ નિરંતર કરી પારણે થાળીમાં ખીર કાઢી તેમાં વહાણ ચલાવવું. પછી ગુરુને ખીર વહોરાવી માત્ર ખીર વડે ઠામ
માયા અને પ્રપંચથી દૂર રહેવું.