________________
શ્રી નવપદ તપ આરાધના વિધિ
૪૬૫
ધાતુનો અથવા છેવટે શક્તિ ન હોય તો માટીનો કુંભ કરાવવો. પછી તે કુંભ ઘરમાં દેરાસરમાં અથવા ઉપાશ્રયે પવિત્ર સ્થાને ડાંગરની ઢગલી કરી તે ઉપર પધરાવવો. બનતાં સુધી કુંભ પાસે અખંડ દીવો ફાનસમાં યત્નપૂર્વક ૧૬ દિવસ સુધી રાખવો. તેની સમીપે સ્વસ્તિક કરી તે ઉપર શ્રી કલ્પસૂત્ર પધરાવવું. એકાસણાનો તપ ૧૫ દિવસ પર્યત કરવો. છેલ્લે દિવસે એટલે કે ભા. સુદી ચોથે (સંવચ્છરીએ) ઉપવાસ કરવો. આ પ્રમાણે ચાર વર્ષ પર્યત કરવાથી ૬૪ દિવસે આ તપ પૂર્ણ થાય છે. પુસ્તક ઉપર ચંદરવો બાંધવો. જ્ઞાનને ધૂપ દીપ કરી હંમેશા રૂપાનાણે પૂજવું, શક્તિ ન હોય તો પહેલે અને છેલ્લે દિવસે રૂપાનાણે પૂજવું, અને વચલા દિવસોમાં યથાશક્તિ દ્રવ્ય વડે પૂજવું. “નમો નાણસ્સ'
એ પદની ર૦ નવકારવાળી દરરોજ ગણવી. ૨૦ લોગસ્સનો કાઉસ્સગો ન કરવો. નીચે બતાવેલી વિધિ મુજબ દરરોજ વિધિ કરવો.
| કુંભની ઉપર શ્રીફળ મૂકી લીલા કે પીળા રેશમી વસ્ત્ર વડે બાંધી રાખવો. વિધિને અંતે દરરોજ તેની અંદર એકેક પસલી અક્ષતની નાખવી. સોળ દિવસે કુંભ ભરાઈ જાય તેમ કરવું. છેલ્લે દિવસે કુંભની પાસે રાત્રિજાગરણ કરવું. પૂજા પ્રભાવના કરવી. અક્ષયનિધિ તપનું
સ્તવન દરરોજ ગાવું, સાંભળવું, પારણાને દિવસે (ભાદરવા સુદિ પમે) કુંભને ફૂલની માળા પહેરાવી, સૌભાગ્યવંતી સ્ત્રીઓને માથે મૂકવા. હાથી ઘોડા વાજીંત્રો વિગેરેથી મોટી ધામધૂમ સાથે વરઘોડો ચઢાવી કુંભ લઈને દેરાસરે આવવું. કુંભવાળી સ્ત્રીઓએ ત્રણ પ્રદક્ષિણા કરી પ્રભુ પાસે કુંભ મૂકવો. નૈવેદ્યના થાળ પણ પ્રભુ પાસે ધરવા. જ્ઞાનના પુસ્તકને ગુરુ મહારાજ પાસે લઈ જઈ ત્યાં પધરાવી ગુરુપૂજા તથા જ્ઞાનપૂજા રૂપાનાણાથી કરવી. તે દિવસે યથાશક્તિ સાધર્મિક વાત્સલ્ય, પ્રભાવના વિગેરે કરવું. જેટલા સ્ત્રી કે પુરુષ આ તપ કરતાં હોય તે દરેકને માટે કુંભ જુદા જુદા પધરાવવા. કલ્પસૂત્ર એક જ પધરાવવું. આ તપ શ્રાવકે
શુદ્ધ બ્રહ્મચર્યનું સેવન કરવું.