________________
૪૪
રત્નત્રયી ઉપાસના
R
શ્રી સિદ્ધપદનો દુહો.
ગુણ અનંત નિર્મળ થયા, સહજ સ્વરૂપ ઉર્જાસ; અષ્ટ કર્મમળ ક્ષય કરી, ભયે સિદ્ધ નમો તાસ. ૨ શ્રી તપપદનો દુહો.
કર્મ ખપાવે ચીકણાં, ભાવ મંગળ તપ જાણ; પચાસ લબ્ધિ ઉપજે, જય જય તપ ગુણખાણ. ૩
તીર્થંકર વર્ધમાન તપ (શ્રી શ્રમણસંઘ તપ)
જે વૃદ્ધિ પામે તે વર્ધમાન કહેવાય. આ તપમાં પ્રથમ શ્રી ઋષભદેવજીને આશ્રયી એક એકાસણું કરવું. શ્રી અજિતનાથજીને આશ્રયી બે એકાસણાં કરવાં. એ રીતે વધતાં શ્રી મહાવીરસ્વામીને આશ્રયી ચોવીસ એકાસણાં કરવાં. ત્યાર પછી પશ્ચાનુપૂર્વીવડે શ્રી મહાવીરસ્વામીને આશ્રયી એક એકાસણું, શ્રી પાર્શ્વનાથને આશ્રયી બે એકાસણાં, એ રીતે વધતાં શ્રી ઋષભદેવજીને આશ્રયી ચોવીશ એકાસણાં કરવાં. દરેક જિનને આશ્રયીને પચીસ એકાસણા થાય છે. અથવા એકી સાથે દરેક જિનને આશ્રયીને પચીસ એકાસણાં કરવાં. આ બન્ને રીતે કરતાં કુલ છ સો એકાસણે' આ તપ પૂર્ણ થાય છે. જે તીર્થંકરનો તપ ચાલતો હોય તે તીર્થંકરના નામનું ગણણું ૨૦ નવકારવાળીથી ગણવું. સાથિયા, ખમાસમણાં, કાઉસ્સગ્ગો બાર બાર
કરવા.
શ્રી અક્ષયનિધિ તપ વિધિ
આ તપ શ્રાવણ વદ ૪ ને દિવસે શરૂ કરી સોળ દિવસે પૂરો કરવો. તેમાં સુવર્ણનો રત્નજડિત કુંભ કરાવવો. અથવા બીજી કોઈ રૂપા વગેરે
૧ એકાસણાને બદલે નીવિ તથા આયંબિલ કરવાનું ‘જૈન પ્રબોધ’’ અને ‘જૈન સિધ્’” ગ્રંથમાં કહ્યું છે.
6
સંસારને અનિત્ય માનવો.