________________
૪૬૨
રત્નત્રયી ઉપાસના
શરૂ કરવો. તે તપ શ્રી વાસુપૂજ્યસ્વામીની પૂજા કરવા પૂર્વક સાત વર્ષ અને સાત મહિના સુધી કરવો. એટલે દર માસે જે દિવસે રોહિણી નક્ષત્ર આવતું હોય તે દિને ઉપવાસ, આયંબિલ કે નીવિ વગેરેથી તપ કરવો. જે એક પણ રોહિણી નક્ષત્ર ભૂલી જવાય તો ફરીથી શરૂ કરવો. “શ્રી વાસુપૂજ્ય સર્વજ્ઞાય નમઃ' એ પદની ૨૦ નવકારવાલી ગણવી. સાથિયા, ખમાસમણા, કાઉસ્સગ્ગો વિગેરે બાર બાર કરવા.
શ્રી સિદ્ધિ તપ વિધિ આ તપમાં પ્રથમ એક ઉપવાસ, પારણે બેસણું કરવું, પછી બે ઉપવાસ અને પારણે બેસણું, એ પ્રમાણે આઠ ઉપવાસ સુધી કરવું. તેનું ગણણું નીચે પ્રમાણે :- (૧) અનંતજ્ઞાનસંયુક્તાય શ્રી સિદ્ધાય નમઃ (૨) અનંતદર્શનસંયુક્તાય શ્રી સિદ્ધાય નમઃ (૩) અવ્યાબાધગુણસંયુક્તાય શ્રી સિદ્ધાય નમઃ (૪) અનંતચારિત્રસંયુક્તાય શ્રી સિદ્ધાય નમઃ (૫) અક્ષયસ્થિતિસંયુક્તાય શ્રી સિદ્ધાય નમઃ (૬) અરૂપીનિરંજનસંયુક્તાય શ્રી સિદ્ધાય નમઃ (૭) અગુરુલઘુગુણસંયુક્તાય શ્રી સિદ્ધાય નમઃ (૮) અનંતવીર્યગુણસંયુક્તાય શ્રી સિદ્ધાય નમ:
એક ઓળીએ તે તે પદની વીશ નવકારવાલી રોજ ગણવી અને સાથિયા, ખમાસમણા, કાઉસ્સગ્ગો ફળ વિગેરે આઠ આઠ કરવા.
શ્રી સિદ્ધાચલજીના બે અઠ્ઠમ તથા છઠ્ઠનો વિધિ પ્રથમ અઠ્ઠમનું ગણણું
શ્રી પુંડરીકગણધરાય નમઃ બીજા અમનું ગણણું
શ્રી કંદબગણધરાય નમ: ૧ છ8નું ગણણું
શ્રી ઋષભદેવસર્વજ્ઞાય નમ: ૨ છ8નું ગણણું
શ્રી વિમલગણધરાય નમ: ૩ છઠનું ગણણું
શ્રી સિદ્ધક્ષેત્રગણધરાય નમઃ ૪ છ8નું ગણણું - શ્રી હરિગણધરાય નમ:
તત્ત્વથી ક્યારે પણ કંટાળવું નહીં.