________________
શ્રી નવપદ તપ આરાધના વિધિ
૪૬૧
દિવસે શરૂ થાય છે. દર વર્ષે વદી ૯-૧૦-૧૧ એમ ત્રણ દિવસ લાગટ કરવાનો છે. તેમાં ૯ના દિને સાકરના પાણીનું એકાસણું, ૧૦ના દિને ભર્યા ભાણે એકાસણું, તથા ૧૧ના દિને ખીરનું એકાસણું કરી ત્રણે દિવસ ઠામ ચઉવિહાર કરવો. ૧૦ના દિવસે શ્રી પાર્શ્વનાથપ્રભુનું જન્મકલ્યાણક હોવાથી જિનાલયમાં અષ્ટપ્રકારી અથવા સત્તરભેદી પૂજા ભણાવવી.
» સ્ટ્રીં શ્રી પાર્શ્વનાથાય અહત નમ ની ૨૦ નવકારવાળી ગણવી. સાથીયા, ખમાસમણ વગેરે બાર બાર કરવા, આ તપ દશ વર્ષ દશ માસ સુધી દર માસની વદિ ૧૦ના દિને એકાસણું કરવાથી પૂર્ણ થાય
* શ્રી મૌન એકાદશી તપ વિધિ * આ તપ માગશર સુદ ૧૧ (મૌન એકાદશીના દિવસથી શરૂ કરવો. તે દિવસે ઉપવાસ કરવો. (વ્યવહાર કાયોમાં) મૌન પણ રહેવું. શ્રી મહાયશસર્વશાય નમની ૨૦ નવકારવાળી ગણવી. આ તપ ૧૧ વર્ષ અને ૧૧ માસ સુધી સુદ ૧૧નો ઉપવાસ કરી આરાધવો. સાથીયા, ખમા. વગેરે અગીઆર કરવા. આ ન બને તો છેવટે મૌન એકાદશીનો દર વર્ષે ઉપવાસ તથા પૌષધ કરવા ચૂકવું નહિ. તે દિનો દોઢસો કલ્યાણકનું ગણણું ગણવું.
શ્રી રોહિણી તપે વિધિ આ તપ રોહિણી નક્ષત્રમાં થાય છે. એ તપ અક્ષયતૃતીયા (વૈ.સુદ ૩) ના દિને અથવા આગળ પાછળ જ્યારે રોહિણી નક્ષત્ર હોય ત્યારે
૧. ૧૦ના દિને ખીરનું એકાસણું કરી ૧૧ના ભર્યા એકાસણું કરવાની કેટલેક ઠેકાણે પ્રવૃત્તિ છે.
સર્વ પ્રકારની ક્ષમાને ચાહવું.