________________
૩૩૨
Tગ રત્નત્રયી ઉપાસના - શ્રી શાંતિનાથ પ્રભુના સ્તવનો :
(રાગ : એ મેરે વતન કે લોગો) સુણો શાંતિજિણંદ સોભાગી, હું તો થયો છું તુમ ગુણરાગી; તમે નિરાગી ભગવંત, જોતાં કિમ મળશે તંત. સુણો. ૧ હું તો ક્રોધ કષાયનો ભરિઓ, તું તો ઉપશમ રસનો દરિયો; હું તો અજ્ઞાને આવરીઓ, તું તો કેવળ કમળા વરીઓ. સુણો. ૨ હું તો વિષયા રસનો આશી, તેં તો વિષયા કીધી નિરાશી; હું તો કરમને ભારે ભાયો, તે તો પ્રભુ ! ભાર ઉતાય. સુણો. ૩ હું તો મોહ તણે વશ પડીઓ, તેં તો સબળા મોહને હણીઓ; હું તો ભવ સમુદ્રમાં ખૂંચ્યો, તું તો શિવ મંદીરમાં પહોંચ્યો. સુણો. મારે જન્મ મરણનો જોરો, તેં તો તોડ્યો તેહનો દોરો; મારો પાસો ન મેલે રાગ, તમે પ્રભુજી થયા વીતરાગ. સુણો. ૫ મને માયાએ મૂક્યો પાશી, તું તો નિરબંધન અવિનાશી;. હું તો સમકિતથી અધૂરો, તું તો સકળ પદારથે પૂરો. સુણો. ૬ મારે તો છે પ્રભુ તુંહી એક, ત્યારે મુજ સરીખા અનેક; હું તો મનથી ન મૂકું માન, તું તો માન રહિત ભગવાન સુણો. ૭ મારૂં કીધું કશું નવિ થાય, તું તો રંકને કરે છે રાય; એક કરો મુજ મહેરબાની, મારો મુજરો લેજો માની. સુણો. ૮ એકવાર જો નજરે નિરખો, તો કરો મુજને તુજ સરીખો; જે સેવક તુમ સરીખો થાશે, તો ગુણ તમારા ગાશે. સુણો. ૯ ભવો ભવ તુમ ચરણોની સેવા, હું તો માગું છું દેવાધિદેવા; સામું જુઓને સેવક જાણી, એવી ઉદયરતનની વાણી. સુણો. ૧૦
હિયા
કોઈ પ્રાણીને જીવિતવ્યરહિત કરવાં નહીં, ગજા ઉપરાંત તેનાથી કામ લેવું નહીં.