________________
કષાય અને લેસ્થાનું સામાન્ય સ્વરૂપ 3
::
માયાને વક્તા (કુટિલપણું-વાંકાપણું) ની ઉપમા આપી છે. તેના દષ્ટાંત આ પ્રમાણે છે. વાંસની નીચેનો ભાગ (વાંસનુ મૂળ) ઘેટાનું શિંગડું, ગાયનું મૂત્ર અને વાંસની છાલ. વાંસની નીચેનો ભાગ ખૂબ ગાંઠવાળો હોય છે. બાકીના ત્રણમાં ઉત્તરોત્તર ઓછી કટિલતા વક્રતા છે. લોભને ચિકાશ સાથે સરખાવ્યો છે. તેને મજીઠનો રંગ, ગાડાના પૈડાની મળી, કાજળ (મેંસ) અને હળદરનો રંગ એ દષ્ટાંતે સમજાવ્યો છે. ક્રોધ-માનની જેમ માયા અને લોભ કષાયો પણ ક્રમથી જીવને નરકાદિ ગતિમાં લઈ જાય છે.
જીવના વ્રત રહિત ભાવોનું નામ અસંયમ છે. કેટલાંક પરિણામોમાં જીવ આઠ મૂળ ગુણ પણ ધારણ કરી શકતો નથી. કેટલાક પરિણામોમાં આઠ મૂળ ગુણો ધારણ કરી લે છે પણ અણુવ્રત ધારણ કરી શકતો નથી. કેટલાંક અણુવ્રત તો ધારણ કરે પણ તેના અતિચારો છોડી શકતો નથી ક્યાંક મહાવ્રત ધારણ કરી શકતો નથી. ટુંકમાં જ્યાં સુધી અસંયમ ભાવો રહે છે, ત્યાં સુધી જીવ વ્રત ધારણ કરવા માટે તત્પર થતો નથી. - આ કષાયોના ઉદયથી રંજિત યોગ પ્રવૃત્તિ (મન, વચન અને કાય પ્રવૃત્તિ) ને વેશ્યા કહે છે. આમ કષાયોના ઉદયથી અનુરંજિત યોગોની પ્રવૃત્તિનું નામ જ લેગ્યા છે. લેશ્યા છ પ્રકારે છે. (૧) કૃષ્ણ, (૨) નીલ, (૩) કાપોત (૪) તેજો, (૫) પદ્મ અને (૬) શુક્લ. પહેલી ત્રણ અશુભ અને છેલ્લી ત્રણ અનુક્રમે શુભ લેશ્યાઓ છે. સંકલેશ પરિણામીજીવ પોતાના ભાવોની હાનિ-વૃદ્ધિને અનુસાર પ્રથમની ત્રણ અશુભ લેશ્યામાં પરિણમન કરે છે; તથા વિશુદ્ધિની વૃદ્ધિ થવાથી ક્રમપૂર્વક પીતમાંથી પદ્મમાં અને પદ્મમાંથી શુક્લ લેશ્યામાં આવે છે, વિશુદ્ધિની હાનિ થતાં ક્રમથી શુક્સમાંથી પદ્મમાં અને પદ્મમાંથી પીતમાં આવે છે. સામાન્યરીતે જીવને ચોથા ગુણસ્થાન સુધી છએ લેશ્યા હોય છે. પાંચમાં-છઠ્ઠા ગુણઠાણે પીતપદ્મ અને શુક્લ લેશ્યા જ હોય છે. તેથી ઉપરના ગુણઠાણે ફક્ત શુક્લલેશ્યા જ હોય છે.
તમારાં સુખમાં તમે કોઈને સાચવશો તો તમારા દુઃખમાં કોઈ તમને સાચવશે.