________________
22
રત્નત્રયી ઉપાસના
કર્યો હોવાથી દેહની ઘણીખરી મમતા ઉતારી હોવાથી વિશેષ વિજયરૂપે મુહપત્તિ-વાંદણાદિની જરૂર ન રહી. ચઉવિહાર ઉપવાસવાળાને સવારે પચ્ચક્ખાણ લીધેલ હોવાથી ફરીથી પચ્ચક્ખાણ લેવાનું હોતું નથી ફક્ત સ્મરણ કરવાનું હોય છે માટે પાણી પીધું હોય તો વાંદણા ન લેવા અને ખાધું હોય તો બંને કરવું. (તે તથાવિધ સામાચારી જાણવી)
પ્રતિક્રમણ : પાપથી પાછા હઠવું તે પ્રતિક્રમણ. ઉન્માર્ગેથી સન્માર્ગમાં આવવું તે પ્રતિક્રમણ. હકીકતમાં પ્રતિક્રમણ એવા સમયે કરવું જોઈએ કે જ્યારે વંદિત્તુ આવે ત્યારે સૂર્ય અડધો ડૂબેલો હોવો જોએ. આજે તો આપણે સૂર્ય આખો ડૂબી જાય ત્યારે તો પ્રતિક્રમણ શરૂ કરીએ છીએ ! માંડલીમાં સાથે કરવાનો આગ્રહ રાખવો.
ખમાસમણ : કોઈપણ ક્રિયા કરતાં વિનય આવશ્યક છે. પંચાગ પ્રણિપાત જેનું બીજું નામ છે એવું ખમાસમણ દેતી વખતે ‘‘મર્ત્યએણ વંદામિ’’ બોલતાં બે ઢીંચણ, બે હાથ અને મસ્તક આ પાંચેય જમીનને અડવા જોઈએ. ‘‘નમે તે સૌને ગમે.'' ગમાડવા નહિં પણ તે-તે ગુણોને પ્રગટાવવા નમવાનું છે.
ઈરિયાવહીયું : કોઈપણ ક્રિયાની શરૂઆતમાં ‘ઈરિયાવહીય’ બોલવું જ જોઈએ. ઈરિયાવહીયં સુત્રમાન, જતાં-આવતા થયેલી જીવ વિરાધનાના પાપની અલોચના છે. જેમ ન્યાયધીશ સામે કઠેડામાં ઉભલો આરોપી મસ્તક ઝૂકાવીને ઉભો ઉભો પોતાની અપરાધની ક્ષમા યાચના કરતો હોય તેમ અહીં આપણા અપરાધની આપણે ક્ષમા યાચવાની છે અને ફરી ન થાય તેની સાવધાની રાખવાની છે.
તસ્સઉત્તરિ : કપડાં ધોયા બાદ કરચલીને દૂર કરવા માટે ઈસ્ત્રી કરવામાં આવે છે તેમ ઈરિયાવહીયમાં રહી ગયેલા પાપોના શુદ્ધિકરણ માટે તસ્સઉત્તરિ છે અને કાયોત્સર્ગના હેતુ, નિમિત્તો પણ આ સુત્રમાં બતાવેલાં છે. (ઈનશોર્ટ, ઈસ્ત્રી = તસ્સઉત્તરિ)
.
અન્નત્થ : કાઉસ્સગ્ગ માટેનું સૂત્ર ! કાઉસ્સગ્ગમાં શું કરવું અને
સત્ય અને
બાત બાત મે બસ બરસતા હૈ, પાની મહંગા ઔર ખૂન સસ્તા હૈ.