Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ ગિરનારના સંબંધમાં સાંભળ્યું છે તે સંબંધી હું આપને કાંઈક પ્રશ્ન પૂછવા ધારું છું. તો તે સંબંધમાં આપે જે કાંઈ જોયું, સાંભળ્યું કે અનુભવ્યું હોય તે મને કૃપા કરી જણાવશે. ધનપાળે ખુશી થઈ જણાવ્યું, “પ્રિયે ! તારે જે કાંઈ પૂછવું હોય તે પૂછ, મને જે વાતને સુદર્શનાર અનુભવ હશે તે હું જણાવીશ...” + 17 . ધનશ્રી–સ્વામિનાથ ! ગિરનારના રમણીક પણ સ્પર્શથી કઠોર કાંકરાવાળા પહાડના વિષમ શિખરે તરફ આવેલી કેમળ શિલાઓ ઉપર અનેક મહામુનિઓ ધ્યાનસ્થપણે રહેલાં છે? ત્યાં આવેલા અનેક કિન્નરે તે મહાભાગ મુનિઓના ગુણોની સ્તવના કરે છે. શું તે વાત સત્ય છે ? પહેલાં શિખર પર આવેલા નેમનાથ પ્રભુના મંદિરમાં રાત્રિના સમયે ભક્તિભાવથી દેવાંગનાઓ અનેક પ્રકારે સ્તુતિ તથા નૃત્યાદિ કરે છે ? અરાવણ નામના ઇંદ્રહસ્તીના તીક્ષ્ણ ખરાગ્ર ભાગથી દબાયેલ પૃથ્વીતળમાંથી, ઉત્પન્ન થયેલ કુંડમાં ઝરતાં સુંદર ઝરણાં વહન થઈ રહેલ છે ? આ સર્વ વાત શું સત્ય છે? આપે તે સર્વે નજર દેખી છે? આ મારો સંશય આપ દૂર કરો. ધનપાળે જણાવ્યું કે હે સુતનું! તેં જે જે પ્રશ્નો પૂછયાં છે તે સર્વ સત્ય છે. ધ્યાનારૂઢ P.P.Ac. Gunratnasuri MS Jon Gun Aaradhak Trus