________________
A
ne
પ્રજ્ઞાપના-જીવા
C3c GU)
પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત કે છોકરી ૩] (૨) ઉપદેશ ચિ– કેવળી ભગવાન અથવા છદ્મસ્થ ગુરુભગવંતોના ઉપદેશથી ધર્મ શ્રદ્ધા થાય તે. (૩) આશા રુચિ– જિનેશ્વરની આજ્ઞાને સર્વસ્વ માનીને જે ધર્મ શ્રદ્ધા થાય તે. (૪) સૂત્ર રુચિ– આચારાંગાદિ સૂત્રના વાંચનથી ધર્મશ્રદ્ધા થાય તે. (૫) બીજ રુચિ- પાણીમાં પડેલા તેલ બિંદુની જેમ એકાદ પદના શ્રવણથી જ ધર્મશ્રદ્ધા થઈ જાય છે. () અધિગમ(અભિગમ) રુચિ-આગમોના શબ્દાર્થ, ભાવાર્થ વગેરેનું અધ્યયન કરવાથી ધર્મશ્રદ્ધા થાય તે. (૭) વિસ્તાર રુચિ- પ્રમાણ અને નયથી સર્વદ્રવ્યોની સર્વ પર્યાયોને જાણવાથી ધર્મશ્રદ્ધા થાય તે. (૮) કિયા રુચિ– જ્ઞાન, દર્શન, ચારિત્ર, સમિતિ, ગુપ્તિ આદિનું પાલન કરતા ધર્મશ્રદ્ધા થાય તે. (૯) સંક્ષેપ રુચિ– અન્ય દાર્શનિકોની વિચારણાને જાણ્યા વિના પણ સંક્ષેપમાં જિનપ્રવચનમાં શ્રદ્ધા થાય તે. (૧૦) ધર્મરુચિ- જિનેશ્વર કથિત છ દ્રવ્ય, નવતત્ત્વ, શ્રુત અને ચારિત્રધર્મ પર શ્રદ્ધા થાય તે. સરાગ દર્શનાર્યમાં આ દશ પ્રકારની રૂચિ હોય છે અથવા આ દશ પ્રકારની રુચિના અભ્યાસથી જીવને સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. પ્રશ્ન–૧૫ઃ સરાગ દર્શનાર્યોના આચાર કેવા હોય છે? ઉત્તર– સારાગ દર્શનાર્યોના આચાર આઠ પ્રકારના હોય છે– (૧) નિઃ શકિતજિનધર્મમાં શંકા રહિત હોય (૨) નિષ્કાંક્ષિત-અન્ય દર્શનની ઇચ્છા-આકાંક્ષા ન હોય. (૩) નિવિચિકિત્સા– ધર્મકરણીના ફળમાં સંશય નહોય (૪) અમૂઢ દષ્ટિ– દષ્ટિની મઢતા ન હોય, કોઈ પણ ચમત્કાર જોઈને ચલિત ન થાય. (૫) ઉપખંહણસાધર્મિકોના ગુણોની પ્રશંસા કરે. (૬) સ્થિરીકરણ–અન્યને ધર્મમાં સ્થિર કરે. (૭) વાત્સલ્ય-સાધર્મિકો પ્રત્યે પ્રીતિ ભાવ રાખે. (૮) પ્રભાવના–કોઈપણ ઉપાયે જિનશાસનની પ્રસિદ્ધિ કરે. પ્રશ્ન–૧૬: વિતરાગ દર્શનાર્યના કેટલા ભેદ છે? ઉત્તર- તેના બે ભેદ છે– (૧) ઉપશાંતકષાય વીતરાગ દર્શનાર્ય–અગિયારમા ગુણસ્થાનવર્તી મનુષ્યો. (૨) ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્ય. તેના બે ભેદ છે(૧) છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્ય–બારમા ગુણસ્થાનવર્તી મનુષ્યો. (ર) કેવળી ક્ષીણ કષાયવીતરાગદર્શનાર્ય-તેરમા, ચૌદમા ગુણસ્થાનવર્તી મનુષ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org