________________
[૧૨૬ છે છે ક હ હ હ ફૂલ-આમ સ્તકાલય કાપોત લેશ્યા રૂપે; કાપોતલેશ્યા તેજલેશ્યા રૂપે; તેજોલેશ્યા પાલેશ્યા રૂપે અને પદ્રલેશ્યા શુક્લલેશ્યા રૂપે પરિણત થાય છે. આ પ્રકારનું પરિણમન મનુષ્ય અને તિર્યંચમાં થાય છે, કારણ કે મનુષ્ય અને તિર્યંચોમાં ભાવલેશ્યા પ્રમાણે દ્રવ્યલેશ્યામાં પરિવર્તન થયા જ કરે છે.
(૨) પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા વિના અન્ય વેશ્યા રૂપે પરિણત થવું તે પણ વેશ્યા પરિણામ છે. જેમ વૈર્યમણિ સફેદ દોરામાં પરોવતા સફેદ દેખાય છે, તેમજ લાલ, પીળા આદિ જે રંગના દોરામાં પરોવવામાં આવે તે દોરાના રંગને ધારણ કરે છે. વૈદુર્યમણિના પોતાના સ્વરૂપનો ત્યાગ થતો નથી, દોરાના રંગની છાયા માત્રથી વૈદુર્યમણિ તે-તે રંગને ધારણ કરે છે. તેમ કૃષ્ણલેશ્યાના પુદ્ગલો, નીલ, કાપોત આદિ વેશ્યાના પુગલોના સંયોગે તે વેશ્યારૂપે દેખાવ માત્રથી, પરિણત થાય છે. આ પ્રકારનું વેશ્યા પરિણમન નારકી અને દેવોમાં થાય છે, કારણ કે નારકી અને દેવતાના ભવમાં દ્રવ્યલેશ્યા ભવપર્યત અવસ્થિત રહે છે. તેમ છતાં તેના ભાવલેશ્યાના પરિવર્તન પ્રમાણે, દ્રવ્યલેશ્યા તે તે વેશ્યાની છાયા માત્રને ધારણ કરે છે. મૂળભૂત દ્રવ્ય લશ્યામાં આમૂલ પરિવર્તન થતું નથી, તેના સ્વરૂપનો ત્યાગ થતો નથી.
બીજી રીતે–જેમ દર્પણ આદિમાં પ્રતિબિંબ પડે ત્યારે દર્પણાદિત વસ્તુરૂપે પ્રતીત થાય છે. દર્પણ પોતે પોતાના સ્વરૂપમાં જ રહે છે. તેનામાં પ્રતિબિંબિત થનાર વસ્તુ રૂપે તે પરિણમન પામતું નથી. તેમ કૃષ્ણલેશ્યા ઉપર નીલલેશ્યાનું પ્રતિબિંબ પડતાં તે નીલલેશ્યા જેવી જણાય છે, પરંતુ વાસ્તવમાં તે નીલલેશ્યા રૂપે પરિણત થતી નથી.
અશુભ લેશ્યાના દ્રવ્યોને શુભ લેશ્યા દ્રવ્યોનો સંયોગ થાય ત્યારે શુભલેશ્યાના પ્રભાવે તે આંશિક ઉત્કર્ષ-શ્રેષ્ઠતાને પામે છે, તેથી શુભ રૂપે પ્રતીત થાય છે. યથા-કૃષ્ણલેશ્યાના દ્રવ્યોને નીલાદિ લેશ્યા દ્રવ્યોનો સંયોગ થાય, ત્યારે કૃષ્ણલેશ્યા આંશિક રૂપે શુભ પ્રતીત થાય છે.
શુભ લેશ્યાના દ્રવ્યોને અશુભ લેશ્યા દ્રવ્યોનો સંયોગ થાય, ત્યારે અશુભ લેશ્યાના પ્રભાવે તે આંશિક અપકર્ષ–હીનતાને પામે છે તેથી તે અશુભ રૂપે પ્રતીત થાય છે. યથા– શુક્લલેશ્યાના દ્રવ્યોને પાદિ લેશ્યા દ્રવ્યનો સંયોગ થાય, ત્યારે શુક્લલેશ્યા આંશિક રૂપે અશુભ પ્રતીત થાય છે.
આ રીતે નારકી-દેવતામાં વૈદુર્યમહિના દાંત છાયા માત્રથી અને મનુષ્યતિર્યંચમાં દૂધ અને દહીના દષ્ટાંતે પૂર્ણરૂપથી વેશ્યાનું પરિણમન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org