________________
પ્રજ્ઞાપના-જીવાત
CS CS CS CS CU
39 રર૧ | સંક્ષોભથી પાણીમાં ખળભળાટ થાય છે, તેથી લવણ સમુદ્રનું પાણી જેબૂદ્વીપની જગતીની નીચેથી જંબુદ્વીપ તરફ અને ધાતકીખંડ તરફ વહેવા લાગે છે. તેના પરિણામે બૂઢીપ અને ધાતકીખંડની નદીઓમાં પૂર કે સમુદ્રોમાં ભરતી-ઓટ આવે છે. અઢીલીપની બહારના કોઈ પણ સમુદ્રોમાં ભરતી-ઓટ આવતા નથી. (૩) બાદર અગ્નિ- અઢીદ્વીપના કર્મભૂમિના ક્ષેત્રોમાં તથા પ્રકારના યોગ્ય વાતાવરણમાં બાદર અગ્નિ હોય છે. અત્યંત સ્નિગ્ધ કે અત્યંત રૂક્ષકાલમાં બાદર અગ્નિ હોતી નથી, તેથી ભારત-ઐરાવતક્ષેત્રમાં અવસર્પિણીકાલના પહેલા, બીજા અને ત્રીજા આરાના યુગલિક કાલમાં કાલની સ્નિગ્ધતા હોવાથી બાદર અગ્નિ નથી. ત્રીજા આરાના અંતે યુગલિક કાલ પૂર્ણ થતાં બાદર અગ્નિ પ્રગટે છે. ચોથા આરામાં અને પાંચમાં આરાના અંત સુધી બાદર અગ્નિ હોય છે. છઠ્ઠા આરામાં રૂક્ષકાલ હોવાથી બાદર અગ્નિ નથી.
મહાવિદેહક્ષેત્રમાં આરાનું પરિવર્તન થતું નથી ત્યાં હંમેશાં એક સમાન કાલ હોવાથી સદાને માટે બાદર અગ્નિ હોય છે.
અઢીદ્વીપની બહાર બાદર અગ્નિ નથી. ઉત્તમપુરુષો- મનુષ્યક્ષેત્રમાં જ મનુષ્યો હોવાથી તીર્થકર, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ આદિ પદવીધર પુરુષો કે સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા આદિ રૂપ ચતુર્વિધ સંઘ અઢીદ્વીપમાં જ હોય છે.
મનુષ્યોના જન્મ-મરણ અઢીદ્વીપક્ષેત્રમાં જ થાય છે. ક્યારેક લબ્ધિથી કે દેવ યોગથી કોઈ મનુષ્ય અઢીદીપની બહાર પહોંચી જાય, તો પણ તેના મૃત્યુ સમયે તે અવશ્ય મનુષ્યક્ષેત્રમાં આવી જાય છે, કારણ કે મનુષ્ય ક્ષેત્રની બહાર કોઈ મનુષ્યનો જન્મ-મરણ થતો નથી. આ રીતે અનેક દષ્ટિએ મનુષ્યક્ષેત્રની વિશેષતાઓ છે.
30 આસારા હીપ-સનો
(જીિવાભિગમ સૂત્રઃ પ્રતિપત્તિ-૩])
સ્થાન – મધ્યલોક(તિરછાલોક) એક રજુ લાંબો, એક રજુ પહોળો અને ૧૮૦૦ યોજન ઊંચાઈમાં છે. તેમાં અસંખ્ય દ્વીપ-સમુદ્રો છે. અઢી ઉદ્ધાર સાગરોપમના જેટલા સમય છે તેટલા દ્વીપ સમુદ્રો મધ્યલોકમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org