Book Title: Phool Amra Stokalay
Author(s): Lilambai Mahasati
Publisher: Guru Pran Foundation Rajkot

View full book text
Previous | Next

Page 256
________________ SS CS CS CS CS પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે ૨૩૧ તે અનંત જીવોનું શરીર એક જ હોવા છતાં તેના અધ્યવસાયો, કર્મ અને કર્મબંધ સ્વતંત્ર હોય છે. નિગોદનું આયુષ્ય અત્યંત અલ્પ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તનું છે. તે જીવો એક મુહૂર્તમાં ૫,૫૩૬ જન્મ-ધારણ કરી શકે છે એટલે એક જ શ્વાસ જેટલા સમયમાં ૧૭ ભવ થાય તેટલું અલ્પ આયુષ્ય હોય છે. નિગોદની કાયસ્થિતિ અનંતકાલની છે તેથી નિગોદમાં ગયેલો જીવ અનંતકાળઅઢી પુલ પરાવર્તન કાલનિગોદમાં રહી શકે છે. ત્યાર પછી પ્રત્યેક વનસ્પતિ આદિમાં જન્મ ધારણ કરે છે. તેજીવોને એકસ્પશેન્દ્રિય જ હોય છે. તેની ચેતના અત્યંત અલ્પવિકસિત હોય છે. ગાઢતમ કર્મના ઉદયે તેને અક્ષરના અનંતમા ભાગની જ ચેતના ઉઘાડી હોય છે. એક શરીરે અનંતા જીવો સાથે રહેતા હોવાથી તેને સાધારણ વનસ્પતિ કહે છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં સાધારણ વનસ્પતિના લક્ષણો બતાવ્યા છે. તે આ પ્રમાણે છે– (૧) મૂળ, કંદ, અંધ, ત્વચા, શાખા, પ્રવાલ, પુષ્પ, ફળ અને બીજનું ભેદન કરતાં તે તૂટેલો ભાગ સમચક્રાકાર દેખાય. (૨) અંધાદિવિભાગોના મધ્યવર્તી સારભાગની અપેક્ષાએ તેની છાલ જાડી હોય, (૩) તેના પર્વ-ગાંઠને તોડતાં તેનું ભંગસ્થાન રજથી (જલકણોથી) વ્યાપ્ત થઈ જાય, (૪) દૂધ સહિત કે દૂધ રહિત પણ પાંદડાઓની નસો દેખાતી નહોય, આવા એકકે અનેક લક્ષણો જે વનસ્પતિમાં જણાતાં હોય, તે સાધારણ વનસ્પતિ છે. કોઈ પણ બીજની કૂંપળો ઉગતા સમયે અનંત કાયિક હોય છે. ત્યાર પછી તે કૂપળો વિકસિત થતી જાય, પાંદડાનું રૂપ ધારણ કરે ત્યારે તે વનસ્પતિના નામકર્મ પ્રમાણે તે પ્રત્યેક વનસ્પતિ અથવા સાધારણ વનસ્પતિપણું પામે છે. એક સોયની અણી પર રહે તેટલા કંદમૂળમાં પણ અસંખ્ય નિગોદ શરીર અને એક શરીરે અનંતા જીવો હોય છે, તેથી કંદમૂળના વપરાશમાં અનંતાનંત જીવોની હિંસાનો દોષ છે. તેમ જાણી તે જીવોની દયા પાળવી. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર, જીવાજીવાભિગમ સૂત્ર આધારિત ફૂલ આમ સ્તકાલય સંપૂર્ણ a Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258