________________
પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિતો ર ર ર ર ર ર થી ૨૨૯ બાદર, સૂક્ષ્મ નિગોદ જીવો આખા લોકમાં ઠાંસી ઠાંસીને ભર્યા છે. તે જીવો કે તેના શરીરો દેખાતા નથી.
સૂક્ષ્મ નિગોદના બે પ્રકાર છે– (૧) અવ્યવહાર રાશિના નિગોદ અને (૨) વ્યવહારરાશિના નિગોદ. અવ્યવહાર રાશિ – જે જીવો અનાદિકાલથી સૂક્ષમ નિગોદ રૂપે જ છે, જે જીવે અન્ય કોઈ પણ ગતિમાં કદાપિ જન્મ-મરણ રૂપ વ્યવહાર કર્યો જ નથી, તે જીવોને અવ્યવહાર રાશિના જીવો કહે છે. તે જીવોના પણ સ્થિતિની અપેક્ષાએ બે પ્રકાર છે. (૧) અનાદિ અનંત– અનંત જીવો એવા છે કે જે અનાદિકાલથી અવ્યવહાર રાશિમાં છે અને અનંતકાલ સુધી ત્યાં જ રહેવાના છે. તે જીવો અવ્યવહારરાશિની બહાર નીકળવાના જ નથી તે અનાદિ અનંત છે. (૨) અનાદિ સાંત- જે જીવો અનાદિકાલથી અવ્યવહાર રાશિમાં છે પરંતુ ક્યારેક કાલલબ્ધિના યોગે તે જીવ ત્યાંથી બહાર નીકળશે અને તેમની અવ્યવહારરાશિની સ્થિતિપૂર્ણ થશે, તે અનાદિ સાંત છે. મનુષ્યક્ષેત્રમાંથી એક જીવ સિદ્ધ થાય, ત્યારે અવ્યવહાર રાશિમાંથી એક જીવ બહાર નીકળીને વ્યવહાર રાશિમાં આવે છે.
આ રીતે અવ્યવહારરાશિમાં નિગોદના જ જીવો હોય છે. વ્યવહાર રાશિ- જે જીવો ચાર ગતિમાં જન્મ-મરણરૂપ વ્યવહાર કરે છે, તે વ્યવહાર રાશિના જીવો કહેવાય. વ્યવહાર રાશિમાં ચારે ગતિના જીવો હોય છે. કોઈ જીવ ચાર ગતિમાં પરિભ્રમણ કરતાં ક્યારેક પુનઃ સૂક્ષ્મ નિગોદ પણે જન્મ ધારણ કરે તે વ્યવહાર રાશિના નિગોદ કહેવાય છે. તેની સ્થિતિ સાદિ સાંત છે. બાદર નિગોદ જે નિગોદ જીવોના અસંખ્ય શરીરો સાથે મળે ત્યારે ક્યારેક દષ્ટિગોચર થાય અને ક્યારેક ન થાય તેને બાદર નિગોદ કહે છે. તે લોકના દેશભાગમાં જ હોય છે. કાંદા, બટેટા, મૂળા, ગાજર, લીલ, ફૂગ આદિ લોકમાં જે દષ્ટિગોચર થાય તે બાદર નિગોદ છે. નિગોદ જીવો- લોકના અસંખ્ય પ્રતરો છે. એક-એક પ્રતરમાં અસંખ્ય શ્રેણી છે. એક-એક શ્રેણીમાં અસંખ્ય ગોલક છે. નિગોદના ગોળાકારે રહેલા સમૂહને ગોલક કહે છે. એક-એક ગોલકમાં અસંખ્ય નિગોદ શરીર છે અને એક-એક નિગોદ શરીરમાં અનંતા જીવો છે.
તે અનંત જીવોનું સ્થૂલ ઔદારિક શરીર એક જ હોય છે. તે જીવો (૧) એક જ શરીરમાં રહે છે (ર) એક જ સાથે આહાર કરે છે (૩) એક જ સાથે શ્વાસોશ્વાસ લે છે. તે જીવોનું શરીર એક જ હોવાથી શરીરજન્ય કોઈ પણ ક્રિયામાં સ્વતંત્રતા રહેતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org