________________
૨૨૮
*****8 0 0 20 ફૂલ-આપ્ર સ્તોકાલય
બેસાડીને ૧૦૦૮ સુવર્ણ કળશ, ૧૦૦૮ ચાંદીના, ૧૦૦૮ મણિ રત્નના, ૧૦૦૮ સોના-ચાંદીના ૧૦૦૮ સોના-મણિરત્નના, ૧૦૦૮ રુપ્પમણિ રત્નના, ૧૦૦૮ સોના-રૂપા મણિરત્નના અને ૧૦૦૮ માટીના, તેમ આઠ પ્રકારના ૧૦૦૮×૮= ૮૦૬૪ કળશોથી મનુષ્ય ક્ષેત્રના સર્વ તીર્થક્ષેત્રોના પવિત્ર જલથી, પુષ્પોથી આ રીતે શ્રેષ્ઠ સામગ્રીઓથી, દિવ્ય વાંજિત્રોના નાદ સાથે આનંદપૂર્વક અભિષેક કરે છે.
ત્યાર પછી સામાનિક આદિ દેવો અત્યંત મુલાયમ વસ્ત્રથી તે દેવનું શરીર લૂછીને દિવ્ય વસ્ત્ર પરિધાન કરાવે છે.
(૪) અલંકાર સભા— અભિષેક સભાના ઈશાનકોણમાં એક વિશાળ અલંકાર સભા છે. ત્યાં દેવોના શોભા શણગાર માટે બહુમૂલ્યવાન આભરણો તથા આભૂષણો હોય છે. દેવો અહીં આવીને પોતાની ઇચ્છાનુસાર શોભા-શણગારથી સુસજ્જિત થાય છે.
(૫) વ્યવસાય સભા— અલંકારસભાના ઈશાનકોણમાં એક વ્યવસાય સભા છે. ત્યાં સિંહાસન ઉપર દેવોના સમગ્ર વ્યવહારને સૂચિત કરતું એક પુસ્તક રત્ન હોય છે. તે પુસ્તકના પૂંઠા, પાના, અક્ષરો આદિ સોના, રૂપા અને રત્નના હોય છે.
શોભા શણગારથી સુસજ્જિત થયેલા દેવ વ્યવસાય સભામાં આવે છે. સામાનિક દેવો નવા ઉત્પન્ન થયેલા મુખ્ય દેવના હાથમાં તે પુસ્તકરત્ન આપે છે. તેનું વાંચન કરીને તે દેવ પોતાના સમગ્ર જીવન વ્યવહારને જાણે છે. અને તે પ્રમાણે કાર્યવાહી કરે છે.
પાંચે સભાનું પ્રમાણ, સ્વરૂપ આદિ એક સમાન છે.
[3] નિગોદ
[શ્રી જીવાભિગમ સૂત્રઃ પ્રતિપત્તિ-૫]
નિગોદ– આ જૈન ધર્મનો પરિભાષિક શબ્દ છે. તેના બે પ્રકાર છે. નિગોદ અને નિગોદ જીવ. અનંત જીવોના આશ્રયસ્થાન રૂપ શરીરને નિગોદ કહેવાય અને તેમાં રહેલા અનંતા જીવોને નિગોદ જીવ કહે છે.
નિગોદ પ્રકાર– નિગોદ શરીર અને નિગોદ જીવોના બે પ્રકાર છે. સૂક્ષ્મ
અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org.