________________
૨૦. >> ફૂલ-આમ સ્તોકાલય
૯
અઢી દ્વીપની બહાર આગળ-આગળના દ્વીપ-સમુદ્રોમાં ચંદ્ર-સૂર્યની સંખ્યા ક્રમશઃ વધતી જાય છે. સંખ્યાત યોજન વિસ્તૃત દ્વીપ-સમુદ્રોમાં સંખ્યાતા-ચંદ્ર-સૂર્ય અને અસંખ્યાત યોજન વિસ્તૃત દ્વીપ-સમુદ્રોમાં અસંખ્યાતા ચંદ્ર-સૂર્ય હોય છે.
આ રીતે મધ્યલોકના અસંખ્ય દ્વીપ-સમુદ્રોમાં મનુષ્યો, તિર્યંચો, વ્યંતર દેવો અને જ્યોતિષી દેવોનો વસવાટ હોય છે.
આ લોકના સર્વ જીવોએ અસંખ્ય દ્વીપ-સમુદ્રોમાં અનેકવાર અથવા અનંતવાર છ કાયના જીવરૂપે જન્મ-મરણ કર્યા છે.
[૩૧] દેવોની પાંચ સભા
[શ્રી જીવાભિગમ સૂત્રઃ પ્રતિપત્તિ-૩]
પ્રત્યેક મુખ્ય દેવોના આવાસોમાં દેવોના જીવનની સમગ્ર કાર્યવાહી માટે પાંચ સભા હોય છે. (૧) સુધર્માસભા (૨) ઉપપાત સભા (૩) અભિષેકસભા (૪) અલંકાર સભા (૫) વ્યવસાય સભા.
(૧) સુધર્મા સભા– દેવના મુખ્ય પ્રાસાદથી ઈશાન કોણમાં સુધર્મા સભા છે. તે સાડા બાર યોજન લાંબી, સવા છ યોજન પહોળી અને નવ યોજન ઊંચી છે. તેની પૂર્વ, દક્ષિણ અને ઉત્તર, તે ત્રણે દિશામાં એક-એક દ્વાર અને ત્રણે દિશામાં એક સોપાન શ્રેણી છે.
(૧) ત્રણે દ્વારોની સામે એક એક તેમ ત્રણ મુખમંડપ છે.
(૨) ત્રણે મુખમંડપની સામે એક-એક તેમ ત્રણ પ્રેક્ષાઘર મંડપ છે.
(૩) ત્રણે પ્રેક્ષાઘર મંડપની સામે ત્રણ-ત્રણ દિશામાં અર્થાત્ ૩×૩-૯ મણિપીઠિકા – ચબૂતરા છે અને તે નવ મણિપીઠિકા પર એક-એક, તેમ નવ ચૈત્યસ્તૂપ છે. (૪) તે પ્રત્યેક નવ ચૈત્યસ્તૂપની સામે ત્રણ–ત્રણ દિશામાં અર્થાત્ ૯૪૩=૨૭ ચૈત્યવૃક્ષો છે.
(૫) તે પ્રત્યેક સત્તાવીસ ચૈત્ય વૃક્ષોની સામે ત્રણ-ત્રણ દિશામાં અર્થાત્ ૨૭૪૩-૮૧ મણિપીઠિકા, તે મણિપીઠિકા પર એક-એક મહેન્દ્રધ્વજ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org