________________
લ
૨૨૪૨૦FFFFF . ફૂલ-આમ્ર સ્તોકાલય દરેક નામથી ત્રિપ્રત્યાવતાર દ્વીપ-સમુદ્રો છે, જેમ કે હાર દ્વીપ-હાર સમુદ્ર, હારવર દ્વીપ-હારવર સમુદ્ર, હારવરાભાસ દ્વીપહારવરાવભાસ સમુદ્ર. એક એક નામવાળા પણ અસંખ્ય દ્વીપ-સમુદ્રો છે. જેમ કે જંબુદ્રીપ નામના અસંખ્ય દ્વીપો છે, લવણ સમુદ્ર નામના અસંખ્ય સમુદ્રો છે. અંતે દેવદ્વીપ–દેવસમુદ્ર, નાગદ્વીપ—નાગ સમુદ્ર, યક્ષ દ્વીપ—યક્ષસમુદ્ર, ભૂતદ્વીપ–ભૂત સમુદ્ર અને અંતે સ્વયં ભૂરમણ દ્વીપ અને સ્વયંભૂરમણ સમુદ્ર, આ અંતિમ પાંચ દ્વીપ-સમુદ્રોમાં ત્રિપ્રત્યાવતાર (ત્રણ-ત્રણ નામ) થતા નથી. તે નામવાળા એક-એક જ દ્વીપ-સમુદ્રો છે.
આ રીતે અસંખ્ય દ્વીપ સમુદ્રોમાં મધ્યમાં જંબુદ્રીપ સર્વથી નાનો છે અને અંતિમ સ્વયંભૂરમણ સમુદ્ર સર્વથી મોટો છે.
સમુદ્રોના પાણીનો સ્વાદ– (૧) એક લવણ સમુદ્રનું પાણી ખારું, (૨) કાલોદધિ સમુદ્ર (૩) પુષ્કર સમુદ્ર અને (૪) સ્વયંભૂરમણ સમુદ્ર, આ ત્રણ સમુદ્રનું પાણી સ્વાભાવિક જલ જેવા સ્વાદવાળું, (૫) ક્ષીર સમુદ્રનું પાણી દૂધના સ્વાદવાળું, (૬) મૃતવર સમુદ્રનું પાણી ઘી જેવા સ્વાદવાળું અને (૭) વરુણ સમુદ્રનું પાણી મદિરાના સ્વાદવાળું છે. આ સાત સમુદ્રોને છોડીને શેષ અસંખ્ય સમુદ્રોનું પાણી ઇક્ષુરસના સ્વાદવાળું છે.
સમુદ્રોમાં મચ્છ-કચ્છ— અસંખ્ય સમુદ્રોમાં મચ્છ-કચ્છ હોય છે પરંતુ લવણ સમુદ્ર, કાલોદધિ સમુદ્ર અને સ્વયંભૂરમણ સમુદ્ર, આ ત્રણ સમુદ્રોમાં વિપુલ માત્રામાં મચ્છ-કચ્છ હોય છે. શેષ સમુદ્રોમાં અલ્પ પ્રમાણમાં મચ્છ-કચ્છ હોય છે. તેમાં લવણ સમુદ્રમાં ૫૦૦ યોજનની અવગાહનાવાળા, કાલોધિ સમુદ્રમાં ૭૦૦ યોજનની અને સ્વયંભૂરમણ સમુદ્રમાં ૧૦૦૦ યોજનની ઉત્કૃષ્ટ અવગાહનાવાળા જલચર જીવો હોય છે.
સમુદ્રોમાં ભરતી-ઓટ આદિ – અસંખ્ય સમુદ્રોમાંથી એક લવણ સમુદ્રમાં પાતાળ કળશો હોવાથી તેના પાણીમાં ખળભળાટ થાય છે. મોજાઓ તરંગિત થાય છે, ભરતી-ઓટ આવે છે. અન્ય સમુદ્રો પાણીથી છલોછલ ભરેલા ઘડા જેવા છે. તે સમુદ્રો હંમેશાં એક સમાન જ રહે છે. તેમાં પાતાળ કળશો ન હોવાથી ભરતી-ઓટ આવતી નથી. તેના પાણીમાં કોઈ પણ પ્રકારે વધ-ઘટ થતી નથી.
સમુદ્રોનો વિસ્તાર– અસંખ્ય સમુદ્રોમાંથી પછી–પછીના સમુદ્રોનો વિસ્તાર ક્રમશઃ વધતો જાય છે, પરંતુ પ્રત્યેક સમુદ્રની ઊંડાઈ એક હજાર યોજનની એક સમાન છે. એક લવણ સમુદ્રની જલશિખા ૧૬૦૦૦ યોજન ઊંચી છે. તેની અપેક્ષાએ લવણ સમુદ્રની ઊંડાઈ ૧૦૦૦ યોજન અને ઊંચાઈ ૧૬૦૦૦ યોજન છે. અન્ય સમુદ્રો સમતલ હોવાથી તેની ઊંચાઈ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org