Book Title: Phool Amra Stokalay
Author(s): Lilambai Mahasati
Publisher: Guru Pran Foundation Rajkot

View full book text
Previous | Next

Page 250
________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત) ની શિવ શી ર૨૫] મનુષ્ય ક્ષેત્ર- અસંખ્ય દ્વીપ-સમુદ્રોમાંથી ફક્ત અઢી દ્વીપ અને બે સમુદ્રોમાં જ મનુષ્યોને રહેવાના ૧૦૧ ક્ષેત્રો છે. આ રીતે એક રજૂ લાંબા-પહોળા મધ્યલોકમાં ફક્ત ૪૫ લાખ યોજન લાંબા-પહોળા અઢી દ્વીપમાં મનુષ્યો રહે છે. અન્ય કોઈ પણ દીપ કે સમુદ્રમાં મનુષ્યો રહેતા નથી. અઢીલીપની બહારના કોઈ પણ ક્ષેત્રમાં મનુષ્યોના જન્મ-મરણ થતાં નથી. ક્યારેક કોઈદેવ મનુષ્યોનું સાહરણ કરીને અઢીદ્વીપની બહાર લઈ ગયા હોય, તો પણ તે મનુષ્યોના મૃત્યુના સમયે ગમે તેમ કરીને દેવ તેને પુનઃ અઢીદ્વીપની અંદર લાવીને મૂકી દે છે, ત્યાર પછી જ તેનું મૃત્યુ થાય છે. અઢી દ્વીપની બહાર મનુષ્યો જ ન હોવાથી તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, સાધુ-સાધ્વી આદિ હોતા નથી. ત્યાં મનુષ્યોનો વસવાટ નહોવાથી ત્યાં ગામ, નગર, મકાન, દુકાન, બજાર આદિ કાંઈ જ હોતું નથી. અઢી કીપની બહાર તિર્યંચ જીવ સૃષ્ટિ જ હોય છે. જ્યોતિષી દેવો– અસંખ્ય દ્વીપ સમુદ્રોમાં અસંખ્ય ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા ૩૫ જ્યોતિષી દેવો છે. તેમાંથી અઢીદ્વિીપની અંદરના જ્યોતિષી દેવો મેરુપર્વતને કેન્દ્રમાં રાખીને નિરંતર ગતિ કરી રહ્યા છે પરંતુ અઢી દ્વીપની બહારના જ્યોતિષી દેવોના વિમાનો પોતાના સ્થાન પર સ્થિત જ હોય છે. તે વિમાનો ક્યારે ય ગતિ કરતા નથી. અઢી દીપના જ્યોતિષી દેવીની ગતિના કારણે ત્યાં રાત-દિવસ, સમય, આવલિકા, મુહૂર્ત આદિ વ્યવહાર કાલનું પ્રવર્તન થાય છે. તાપની તીવ્રતા-મંદતા વાદળા, મેઘવર્ષા, વીજળી, મેઘધનુષ જેવી પ્રાકૃતિક પરિસ્થિતિનું પરિવર્તન થાય છે. જ્યોતિષી દેવોની ગતિના કારણે તેના તાપક્ષેત્રમાં પણ વધઘટ થાય છે. અઢી દ્વીપની બહારના જ્યોતિષી દેવો હમેશાં એક જ સ્થાને સ્થિત છે, તેથી તેનો તાપ અત્યંત તીવ્ર કે અત્યંત મંદ હોતો નથી. ચંદ્ર-સૂર્યનો પ્રકાશ મિશ્રિત થવાથી અત્યંત તીવ્રકે અત્યંત મંદ પણ ન હોય તેવો પ્રકાશ રહે છે. તેનું તાપક્ષેત્ર હિંમેશાં એક સમાન રહે છે. ત્યાં રાત-દિવસ થતાં નથી. વ્યવહારકાલનું પ્રવર્તન નથી, વાદળા, વર્ષા આદિ નથી. તે ક્ષેત્રોની પ્રાકૃતિક પરિસ્થિતિ એક સમાન રહે છે. જ્યોતિષી દેવોની સંખ્યા - જેબૂદ્વીપમાં બે ચંદ્ર–બે સૂર્ય, લવણ સમુદ્રમાં ચાર ચંદ્ર–ચાર સૂર્ય, ધાતકી ખંડમાં બાર ચંદ્ર-બાર સૂર્ય, કાલોદધિ સમુદ્રમાં ૪ર ચંદ્રો – ૪૨ સૂર્ય, અર્ધપુષ્કર દ્વીપમાં ૭ર ચંદ્ર-૭ર સૂર્ય પોતાના પરિવાર સહિત ગતિ કરે છે. આ રીતે અઢીદ્વીપ ક્ષેત્રમાં ૧૩ર ચંદ્ર-૧૩ર સૂર્ય છે. પ્રત્યેક ચંદ્ર-સૂર્યના પરિવારમાં ૨૮ નક્ષત્ર, ૮૮ ગ્રહ અને ૬૯૭૫ કોટાકોટિ તારા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258