________________
જે રજૂ કે ત
પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત દવા ૨૨૭ (૬) તે પ્રત્યેક એકયાસી મહેન્દ્રધ્વજની ત્રણ-ત્રણ દિશામાં અર્થાત્ ૮૧૪૩=૨૪૩ નંદા પુષ્કરિણી છે.
તે સુધર્માસભાની મધ્યમાં એક માણવકસ્તંભ છે. તેના મધ્યભાગમાં અનેક ખીંટીઓ અને તેના ઉપર સીકાઓ તથા સીકાઓમાં વજ્રમય ડબ્બીઓ છે. તે ડબ્બીઓમાં જિન સહકાઓ(અસ્થિઓ કે ગ્રંથ) રાખેલા હોય છે. તે પ્રત્યેક દેવ-દેવીઓને માટે વંદનીય પૂજનીય છે.
તે ઉપરાંત સુધર્મા સભામાં તે મુખ્ય દેવનું સિંહાસન તથા તેના પરિવારરૂપ આપ્યંતર, મધ્યમ અને બાહ્ય પરિષદના દેવ-દેવીઓના ભદ્રાસનો ચોમેર પથરાયેલા હોય છે. મુખ્ય દેવ કોઈ પણ કાર્યની વિચારણા માટે આપ્યંતર પરિષદના દેવ-દેવીઓ સાથે સુધર્મા સભામાં બેસે છે. તે દેવ-દેવીઓ સાથે વિચાર વિનિમય કરી કાર્યનો નિર્ણય કરે છે. ત્યાર પછી મધ્યમ પરિષદના દેવ-દેવીઓને તેની જાણ કરીને બાહ્ય પરિષદના દેવ-દેવીઓને તદનુસાર કાર્ય કરવાનો આદેશ આપે છે.
સુધર્માસભામાં જ દેવોની આયુધશાળા-શસ્ત્રાગાર હોય છે. ત્યાં દેવોને યોગ્ય શસ્ત્ર આદિ ભરપૂર સામગ્રીઓ ઉપલબ્ધ હોય છે.
આ રીતે દેવોના જીવનની પ્રત્યેક મહત્વની કાર્યવાહી સુધર્માસભામાં જ થતી હોવાથી દેવલોકમાં સુધર્માસભાનું વિશેષ મહત્વ છે. તે મનુષ્યોની પાર્લામેન્ટના સ્થાને છે.
(૨) ઉ૫પાત સભા— સુધર્માસભાના ઈશાનકોણમાં ઉપપાતસભા છે. તેનું વર્ણન સુધર્માસભાની સમાન છે. તેમાં એક મણિપીઠિકા અને તેના ઉપર દિવ્ય દેવશય્યા હોય છે. દેવશય્યા જ દેવોનું ઉત્પત્તિસ્થાન છે. વૈક્રિય વર્ગણાના દિવ્ય પુદ્ગલોને ગ્રહણ કરી ઉપપાત જન્મથી અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહના સહિત દેવશય્યામાં દેવનો જન્મ થાય છે. મનુષ્યોની જેમ દેવોમાં ક્રમિક વિકાસ થતો નથી. દેવો અંતર્મુહૂર્તમાં જ પર્યાપ્તાવસ્થા અને પોતાની પૂર્ણ અવગાહનાને પ્રાપ્ત કરે છે.
દેવશય્યાના ઈશાનકોણમાં એક મોટો દ્રહ છે. નવા ઉત્પન્ન થયેલા દેવોને ત્યાં સ્નાન માટે લઈ જવાય છે.
(૩) અભિષેક સભા – તે દ્રહના ઈશાનકોણમાં અભિષેક સભા છે. તેની મધ્યમાં એક સુંદર સિંહાસન છે. ત્યાં સામાનિક આદિ દેવો દિવ્ય સામગ્રીથી નવા ઉત્પન્ન થયેલા મુખ્ય દેવનો અભિષેક કરે છે. નવા ઉત્પન્ન થયેલા દેવને સિંહાસન પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org