________________
૨૨૦
CoCopC) ૯૮૨૮૨૮૨૦ ૯૯૨
સ્તોકાલય
કુલ મળીને જંબૂઢીપમાં કર્મભૂમિના ત્રણ ક્ષેત્ર, અકર્મભૂમિના છ ક્ષેત્ર ધાતકીખંડમાં કર્મભૂમિના છ ક્ષેત્ર, અકર્મભૂમિના બાર ક્ષેત્ર, પુષ્કરાદ્ધ દ્વીપખંડમાં કર્મભૂમિના છ ક્ષેત્ર અને અકર્મભૂમિના બાર ક્ષેત્ર છે. આ રીતે કર્મભૂમિના પંદર ક્ષેત્ર, અકર્મભૂમિના ૩૦ ક્ષેત્ર અને લવણ સમુદ્રમાં પદઅંતરદ્વીપ = ૧૦૧ ક્ષેત્ર થાય છે. અઢીદ્વિીપમાં જ્યોતિષી વિમાનો- તેમાં ૧૩ર ચંદ્ર અને ૧૩ર સૂર્ય પરિવાર સહિત નિરંતર ગતિ કરી રહ્યા છે. જંબૂદ્વીપમાં બે ચંદ્ર અને બે સૂર્ય, લવણ સમુદ્રમાં ચાર ચંદ્ર અને ચાર સૂર્ય, ધાતકીખંડમાં બાર ચંદ્ર અને બાર સૂર્ય કાલોદધિ સમુદ્રમાં બેતાળીશ ચંદ્ર અને બેતાળીશ સૂર્ય પુષ્કરાદ્ધક્રીપમાં બોતેર ચંદ્ર અને બોતેર સૂર્ય છે.
આ રીતે કુલ +૪+૧+૨+૭૨ = ૧૩ર ચંદ્ર અને ૧૩ર સૂર્ય છે. પ્રત્યેક ચંદ્ર-સૂર્યના પરિવારમાં ૨૮ નક્ષત્ર, ૮૮ ગ્રહ, ૬૯૭૫ ક્રોડાકોડી તારા હોય છે. પ્રત્યેક ચંદ્ર-સૂર્ય હંમેશાં પોતાના પરિવાર સહિત ગતિ કરે છે. રાત્રિ-દિવસ-અઢી દ્વીપમાં જ્યોતિષી વિમાનો ગતિશીલ છે. તેની ગતિના આધારે જ રાત્રિ-દિવસ થાય છે, યથા– જંબૂદ્વીપમાં બે ચંદ્ર અને બે સૂર્ય છે. બે સૂર્ય ઉત્તર-દક્ષિણ સામ-સામી દિશામાં હોય, ત્યારે (તિથી પ્રમાણે કલાકો સુધી) પૂર્વ-પશ્ચિમ વિભાગમાં બે ચંદ્ર સામસામી દિશામાં હોય છે. જ્યાં સૂર્ય પ્રકાશ હોય
ત્યાં દિવસ અને સૂર્યપ્રકાશ ન હોય ત્યાં રાત્રિ હોય છે. તેથી દક્ષિણ અને ઉત્તર વિભાગમાં રહેલા ભરત-ઐરવતક્ષેત્રમાં દિવસ હોય ત્યારે પૂર્વ-પશ્ચિમ વિભાગમાં રહેલા મહાવિદેહક્ષેત્રમાં રાત્રિ હોય છે. બંને સુર્ય ગતિ કરતાં-કરતાં પૂર્વ-પશ્ચિમ વિભાગમાં આવે ત્યારે મહાવિદેહક્ષેત્રમાં દિવસ અને ભરત-ઐરાવત ક્ષેત્રમાં રાત્રિ થાય છે. આ રીતે બને સૂર્યની ગતિના આધારે દિવસ અને રાત્રિ થાય છે.
- આ રીતે અઢીદ્વીપના પ્રત્યેક ક્ષેત્રમાં સૂર્યની ગતિના આધારે રાત્રિ-દિવસ થાય, તેના આધારે જ મહિના, વર્ષ આદિ વ્યવહારકાલની ગણના થાય છે.
અઢીદ્વીપ સિવાયના દ્વીપ-સમુદ્રોમાં તથા અધોલોક અને ઊર્ધ્વલોકમાં ક્યાંય રાત્રિ-દિવસ રૂપે વ્યવહાર કાલની ગણના થતી નથી. મનુષ્ય ક્ષેત્રની વિશિષ્ટતાઃ- (૧) વાદળ-વર્ષાદિ–અઢી દ્વીપમાં સૂર્યની ગતિ થાય છે તેથી ક્યારેક સૂર્યની અત્યંત નિકટતમ ક્ષેત્રોમાં તાપની તીવ્રતા, દૂરના ક્ષેત્રોમાં તાપની મંદતા હોય છે. સૂર્ય તાપની તીવ્રતાથી વાદળાઓ બંધાય અને યથાયોગ્ય સમયે વર્ષો થાય. આ રીતે અઢીદ્વિીપ ક્ષેત્રમાં વાદળા, વર્ષા, વીજળી, ગાજવીજ, ઈન્દ્રધનુષ, વાવાઝોડા, નદીના પૂર આદિ પ્રાકૃતિક પરિવર્તન થાય છે. અઢીદ્વીપની બહારના ક્ષેત્રોમાં આ પ્રકારના કોઈ પણ પરિવર્તનો થતા નથી, હંમેશાં એક સમાન વાતાવરણ જ હોય છે. (૨) ભરતી-ઓટ- અઢીદ્વીપના લવણ સમુદ્રમાં પાતાળ કળશોના વાયુના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org