________________
પ્રજ્ઞાપના–જીવાભિગમ સૂત્ર આધારિત
02 22 2હી
૧૮૯ી
કહી ૧૮૯ો
પીના
(1શ્રી પ્રજ્ઞાપના સૂત્રઃ પદ-૩૦])
પતા- પશ્યતા શબ્દ શ— જોવું ધાતુથી બન્યો છે પરંતુ અહીં પશ્યતા શબ્દ ઉપયોગની જેમ સાકાર અને અનાકાર બોધનો પ્રતિપાદક છે. પતો બવઃ પતા સૈકાલિક અને સ્પષ્ટ દર્શનરૂપ બોધને પશ્યતા કહે છે. તેના પણ બે ભેદ છે– (૧) સાકાર પશ્યતા (ર) અનાકાર પશ્યતા. સાકાર પશ્યતા– જેના વડે વસ્તુનો ત્રણે કાલવિષયક વિશેષ રૂપે અથવા સ્પષ્ટ રૂપે બોધ થાય, તે સાકાર પશ્યતા છે. તેના છ ભેદ છે- (૧) શ્રુતજ્ઞાન (૨) અવધિજ્ઞાન (૩) મન:પર્યવજ્ઞાન (૪) કેવળજ્ઞાન (૫) શ્રુત અજ્ઞાન અને (૬) વિર્ભાગજ્ઞાન. અનાકાર પશ્યતા- સ્પષ્ટતર પ્રેક્ષણ-દર્શનને અનાકાર પશ્યતા કહે છે, તેના ત્રણ ભેદ છે– (૧) ચક્ષુદર્શન (૨) અવધિદર્શન (૩) કેવળદર્શન. ઉપયોગ અને પશ્યતામાં અંતર– વર્તમાનકાલીન અને સૈકાલિક બોધને ગ્રહણ કરે, તે ઉપયોગ છે અને ફક્ત ત્રકાલિક બોધને જ ગ્રહણ કરે, તે પશ્યતા છે.
મતિજ્ઞાન-મતિઅજ્ઞાન વર્તમાનકાલીન હોવાથી તેની ગણના પશ્યતામાં નથી. શ્રુતજ્ઞાન, અતીત અને અનાગત ભાવોને જાણી શકે છે. તે જ રીતે અવધિજ્ઞાન પણ અતીત અને અનાગત અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી કાલના રૂપી પદાર્થોને જાણી શકે છે. મન:પર્યવજ્ઞાન પણ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ અતીત અને અનાગત કાલને જાણી શકે છે અને કેવળજ્ઞાન સર્વકાલ વિષયક છે. તે જ રીતે શ્રુતજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન પણ સૈકાલિક છે.
આ રીતે શ્રુતજ્ઞાન આદિ ચાર જ્ઞાન અને શ્રુતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાન તે બે અજ્ઞાનમાં સૈકાલિક-દીર્ઘકાલિક બોધ થતો હોવાથી તે સાકાર૫શ્યતા કહેવાય છે. તેથી સાકારપશ્યતાના છ ભેદ થાય છે.
અનાકારોપયોગ રૂ૫ દર્શનમાં વસ્તુનો સામાન્ય બોધ થાય છે પરંતુ સ્પષ્ટતર દર્શનને અનાકાર પશ્યતા કહે છે. તેના ત્રણ ભેદ છે– (૧) ચક્ષુદર્શન (૨) અવધિદર્શન અને(૩) કેવળદર્શન. તે ત્રણે દર્શનમાં સ્પષ્ટતર દર્શન છે. ચક્ષુ સિવાયની શેષ ઇન્દ્રિયો કે મનથી પદાર્થનું સ્પષ્ટ દર્શન થતું નથી, તેથી અનાકાર પશ્યતામાં અચક્ષુદર્શનનું ગ્રહણ કર્યું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org