________________
પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધરિત મિશન નિ વિવિધ વિ ૧૯૭) પછી વૈક્રિયલબ્ધિથી વિફર્વણા કરે છે. સર્વ પ્રકારના દેવો પહેલા વિફર્વણા કરે છે અને ત્યાર પછી વિષયભોગ રૂ૫ પરિચારણા કરે છે. શેષ ચાર સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિયમાં વૈક્રિયલબ્ધિ નથી તેથી તે જીવો ઉપરોક્ત ચારે ક્રિયા કર્યા પછી પરિચારણા કરે છે. (૨) આભોગ-અનાભોગ આહાર – પ્રશ્ન- હે ભગવન્! જીવોનો આહાર આભોગ નિર્વતિત હોય છે કે અનાભોગ નિર્વતિત હોય છે? ઉત્તર- પાંચ સ્થાવર જીવોની ચેતના અત્યંત અલ્પવિકસિત છે, તેને વિશેષ કોઈ સંજ્ઞાન હોવાથી તેનો આહાર અનાભોગનિવર્તિત છે. ત્રણ વિકસેન્દ્રિયોમાં મન નથી પરંતુ તે જીવોમાં વિશેષ સંશા હોય છે તેથી તેનો કવલાહારઆભોગનિવર્તિત અનેલોમાહાર અનાભોગ નિવર્તિત હોય છે. શેષ પંચેન્દ્રિયના ૧દંડકના જીવો સંજ્ઞી છે તેથી તેનો આહાર આભોગનિવર્તિત અને નિરંતર પ્રહણ થતો લોમાહાર અનાભોગનિવર્તિત હોય છે. ૩. પુદ્ગલશાન દ્વાર–પ્રશ્ન- હે ભગવન્! જીવ જે પુગલોને આહાર રૂપે ગ્રહણ કરે છે, તેને જાણે દેખે છે અને આહાર કરે છે કે જાણતા દેખતા નથી અને આહાર કરે છે? ઉત્તર- હે ગૌતમ! જાણવા-જોવા સંબંધી ચાર ભંગ થાય છે– (૧) જાણે છે, દેખે છે અને આહાર કરે છે. (૨) જાણે છે, દેખતા નથી અને આહાર કરે છે. (૩) જાણતા નથી, દેખે છે અને આહાર કરે છે. (૪) જાણતા-દેખતા નથી અને આહાર કરે છે. નારકી, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી દેવોમાં લોમાહાર છે. લોમાહારના પુદ્ગલો અત્યંત સૂક્ષ્મ છે. તે પુગલો તેના અવધિજ્ઞાનથી જાણી શકાતા નથી, તેથી તેમાં જાણતા-જોતા નથી અને આહાર કરે છે. તે ચોથો ભંગ ઘટિત થાય છે. પાંચ સ્થાવર જીવો પણ જાણતા-જોતા નથી અને આહાર કરે છે. તેથી તેમાં પણ ચોથો ભંગ ઘટિત થાય છે. બેઇજિય–તે ઇન્દ્રિયોને પણ સ્પષ્ટ જ્ઞાન કે ચક્ષુરિન્દ્રિય નહોવાથી જાણતા-દેખતા નથી અને આહાર કરે છે, તેથી તેમાં પણ ચોથો ભંગ ઘટિત થાય છે. ચૌરેજિયને આંખ છે, તેથી તેમાં બે ભંગ ઘટિત થાય છે– (૧) કેટલાક જીવો જાણતા નથી પરંતુ દેખે છે અને આહાર કરે છે. (૨) કેટલાક જીવો જાણતા નથી અને ચક્ષુરિન્દ્રિયના ઉપયોગ રહિત હોવાથી દેખતા પણ નથી પરંતુ આહાર કરે છે. તિર્યંચ પચેજિયો અને મનુષ્યોમાં વિશિષ્ટ જ્ઞાન અને ચક્ષુરિન્દ્રિયનો સદ્ભાવ છે. તેમાં ચારે વિકલ્પ ઘટિત થાય છે. વૈમાનિકદેવોના બે પ્રકાર છે. માયી મિથ્યાદષ્ટિ અને અમાથી સમ્યગ્દષ્ટિ. માયી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org