________________
હા
)
પ્રકાશયુક્ત હોય છે. તે સંધ્યા સમયે પ્રગટાવેલા દીપક જેવો પ્રકાશ આપે છે. (૫) જ્યોતિશિખા – જ્યોતિ-જ્યોતિષી દેવોનાવિમાન જેવો પ્રકાશ આપનારા વૃક્ષો. તે વૃક્ષો સ્વાભાવિક રીતે ચંદ્ર, સૂર્યની સમાન પ્રકાશિત હોય છે. દીપશિખા વૃક્ષથી જ્યોતિશિખા વૃક્ષનો પ્રકાશ અનેક ગુણો અધિક હોય છે. () ચિત્રાંગા – માળાઓ આપનારા વૃક્ષો. તે વૃક્ષોની શાખાઓ, પત્રો, પુષ્પો આદિ ચારે પ્રકારની માળાઓ રૂપે સ્વાભાવિક રીતે જ પરિણત થઈ જાય છે.
૧.ગ્રંથિમ-દોરા આદિ દ્વારા ગૂંથીને તૈયાર થતી માળા અથવા ચાતુર્યપૂર્વક પુષ્પોને પરસ્પર ગુંથીને બનાવાતી માળા ૨. વેષ્ટિત– એક માળાની ઉપર બીજી માળા વિટીને તૈયાર કરેલી માળા, ૩. પૂરિમ– પુષ્પોને દોરામાં પરોવીને તૈયાર થતી માળા અથવા કોઈ પુષ્પોના જ વિશેષ પ્રકારના છિદ્રમાં અન્ય પુષ્પને પરોવીને તૈયાર થતી માળા૪. સંઘાતિમ-અનેક પ્રકારના પુષ્પસમૂહને ભેગા કરીને તૈયાર કરેલી માળા. તે વૃક્ષોના પત્ર, પુષ્પ આદિ વિભાગો આ ચારે પ્રકારની માળા રૂપે પરિણત થાય છે. (૭) ચિત્રરતા :- વિવિધ પ્રકારના કલ્યાણકારી ભોજન આપનારા વૃક્ષો. તે વૃક્ષોના ફળો સ્વાદિષ્ટ ભોજન રૂપે પરિણત થાય છે. સૂત્રમાં તે ભોજનની
સ્વાદિષ્ટતા ચક્રવર્તીના ભોજનની સમાન કલ્યાણકારી હોય છે. ચક્રવર્તીનો દૂધપાક કલ્યાણ ભોજન તરીકે પ્રસિદ્ધ છે. કલ્યાણભોજનઃ- (૧) એક લાખ સુવર્ણ મુદ્રાના મૂલ્ય તૈયાર થનાર ચક્રવર્તીના એક સમયના ભોજન વિશેષને કલ્યાણભોજન કહે છે. (૨) અસત્ કલ્પનાએ પંડ્ર જાતિની શેરડીનો આહાર કરનારી એક લાખ ગાયોનું દૂધ ૫૦,૦૦૦ ગાયોને પીવડાવવામાં આવે, તે ૫૦,૦૦૦ ગાયોનું દૂધ ર૫,૦૦૦ગાયોને આ રીતે કરતા ક્રમશઃ એક ગાયને પીવડાવેલા દૂધનો દૂધપાક બનાવે. તે દૂધમાં કલમ જાતિના ઉત્તમ ચોખા અને સાકર, મેવા, મસાલા આદિનાખીને પૂર્ણપણે ઉકાળીને બનાવેલો દૂધપાક અત્યંત સ્વાદિષ્ટ બને છે, તેને કલ્યાણભોજન કહે છે. તે ભોજન ચક્રવર્તી જ પચાવી શકે છે. ચિત્રરસ કલ્પવૃક્ષ તેનાથી અધિક મનગમતા સ્વાદિષ્ટ ભોજન રૂપે પરિણત થાય છે. (૮) મર્યાગા – આભૂષણ આપનારા વૃક્ષો. તે વૃક્ષોના પત્ર,પુષ્પ વગેરે અત્યંત સોહામણા હોય છે. તે મનુષ્યોની આભૂષણોની ઇચ્છાપૂર્તિ કરે છે. (૯) ગેહાકારા – ગૃહ-નિવાસસ્થાન આપનારા વૃક્ષો. તે વૃક્ષો અત્યંત સઘન હોય છે. મનુષ્યો તેનો આશ્રયસ્થાન રૂપે ઉપયોગ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org