Book Title: Phool Amra Stokalay
Author(s): Lilambai Mahasati
Publisher: Guru Pran Foundation Rajkot

View full book text
Previous | Next

Page 240
________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે ક હ હ હ હ હ ક થી ૧૫ (૧૦) અનન્ના – વસ્ત્ર આપનારા વૃક્ષો. તે વૃક્ષોના પત્રો, છાલ આદિ અત્યંત બારીક, મુલાયમ, અનેક પ્રકારના રંગ અને ચિત્રોથી ચિત્રિત હોય છે. મનુષ્યો તેનો વસ્ત્રરૂપે ઉપયોગ કરે છે. અનગ્ન વૃક્ષો વસ્ત્રવિધિથી યુક્ત હોય છે. આ રીતે દશ પ્રકારના વૃક્ષો યુગલિક મનુષ્યોની જીવન જરૂરિયાત પૂરી કરે છે. તે વૃક્ષો વનસ્પતિકાયમય છે. તેનું સ્વાભાવિક પરિણમન જ તે તે પ્રકારે થાય છે. તેમાં કોઈ દેવ પ્રભાવ નથી. યુગલિકોની સંખ્યાથી વૃક્ષોની સંખ્યા અધિક હોય છે. આ વૃક્ષો પાસે કોઈપણ વસ્તુની યાચના કરવાની નથી, પરંતુ તે તે વૃક્ષોથી પ્રાપ્ત થતાં પદાર્થોથી મનુષ્યોની ઇચ્છાપૂર્તિ થઈ જાય છે. પ્રચલિત ભાષામાં આ દશ પ્રકારના વૃક્ષોને કલ્પવૃક્ષ કહે છે. યુગલિક સ્ત્રી-પુરુષો – તે સ્ત્રી અને પુરુષો સર્વાગ સુંદર હોય છે. પુણ્ય યોગે તેઓ મનોહર અને કમનીય કાયાના ધારક હોય છે. તે માનવ રૂપે રહેલા દેવ કે અપ્સરા સમાન પ્રતીત થાય છે. યુગલિક મનુષ્યોનો આહાર -તે મનુષ્યોનો આહાર અત્યંત સારભૂત પદાર્થોનો હોય છે, તેથી દેવકુર-ઉત્તરકુરુક્ષેત્રના યુગલિકોને ત્રણ દિવસે, હરિવર્ષ-રમ્યફવર્ષ ક્ષેત્રના યુગલિકોને બે દિવસે અને હેમવય-હરણ્યવય ક્ષેત્ર અને અંતરદ્વીપના યુગલિકોને એકાંતરે–એકદિવસ છોડીને બીજા દિવસે આહારની ઇચ્છા થાય છે. જ્યારે આહારની ઇચ્છા થાય ત્યારે વૃક્ષના પુષ્પો અને ફળોનો આહાર કરીને તે તૃપ્ત થાય છે. તે ફળો અત્યંત મીઠા, મધુરા, સુપાચ્ય, બલ-વીર્યવર્ધક અને સ્વાદિષ્ટ હોય છે. તે ફળો અત્યંત સાત્વિક અને શક્તિ સંપન્ન હોવાથી મનુષ્યોને વારંવાર આહારની ઇચ્છા થતી નથી. યુગલિક મનુષ્યોનો જીવન-વ્યવહાર – યુગલિક ક્ષેત્રોમાં ગામ, નગર, મકાન, દુકાન, વ્યાપાર, વાણિજ્ય, ક્રય-વિક્રય આદિ કાંઈ જ નથી. ત્યાંના અત્યંત સઘન વૃક્ષો જ આવાસ રૂપે પરિણત થઈ જાય છે. વૃક્ષો દ્વારા જ જીવન-જરૂરિયાતની પૂર્તિ થાય છે, તેથી અસિ, મસિ અને કૃષિ આદિ અન્ય કોઈપણ પ્રવૃત્તિઓ ત્યાં હોતી નથી. ત્યાં સોનુ,ચાંદી આદિ બહુમૂલ્ય પદાર્થો હોય છે પરંતુ યુગલિક મનુષ્યોને તેનું મમત્વ કે સંગ્રહવૃત્તિ નથી; માતા-પિતા, ભાઈ-બેન આદિ સંબંધોમાં પણ તેઓ તીવ્ર અનુરાગી નથી. આવશ્યકતા પૂર્તિના સાધનો સહજ ઉપલબ્ધ હોવાથી કોઈપણ પ્રકારના સંઘર્ષ, વેરઝેર, ક્લેશ, શત્રુતા આદિ ભાવોને કોઈ સ્થાન નથી. તેઓ સહજ રીતે અલ્પકષાયી, ભદ્ર અને વિનીત હોય છે. તે મનુષ્યો પાદવિહારી હોય છે. ત્યાં ઘોડા, બળદ આદિ પશુઓ હોય છે, પરંતુ તે મનુષ્યોના ઉપયોગમાં આવતા નથી. સિંહ, વાઘ, ચિત્તા વગેરે જંગલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258