________________
(૨૧) જ ન જ ક જ મ ત થ ફૂલ-આમ સ્તકાલય પશુઓ પણ ત્યાંના ક્ષેત્ર પ્રભાવે ભદ્રપ્રકૃત્તિના હોય છે. તેઓ મનુષ્યોને બાધક બનતા નથી. ત્યાં જલચર, સ્થલચર, ઉરપરિસર્પ, ભુજપરિસર્પ અને ખેચર આ પાંચ પ્રકારના તિર્યંચ પંચેન્દ્રિયો હોય છે, તેમાંથી સ્થલચર અને ખેચર બે પ્રકારના તિર્યંચ પંચેન્દ્રિયો યુગલિક હોય છે. ત્યાં માખી, મચ્છર, ડાંસ વગેરે ક્ષુદ્ર જંતુઓ હોતા નથી, યુગલિક ક્ષેત્ર તેવા ત્રાસજનક જીવોથી રહિત હોય છે. ત્યાં કોઈપણ પ્રકારની દુર્ઘટના થતી નથી. મનુષ્યોને આધિ, વ્યાધિ કે ઉપાધિનું દુઃખ હોતું નથી. તે ક્ષેત્રોમાં યુગલિકો સર્વ પ્રકારના શારીરિક, માનસિક, સાંયોગિક સુખનો અનુભવ કરતાં જીવન પૂર્ણ કરે છે. યુગલિકોમાં અનુશાસન - યુગલિકોમાં રાજા, પ્રધાન, મંત્રી, શેઠ, નોકર, સેનાપતિ આદિનાના-મોટા કોઈ પણ પ્રકારના પદહોતા નથી. ત્યાં સ્વામી-સેવક જેવા ભેદ નથી. પ્રત્યેક યુગલિકો સ્વેચ્છાપૂર્વક સ્વતંત્રતાથી વિચરણ કરે છે, ત્યાં કોઈ પણ પ્રકારનું અનુશાસન હોતું નથી. યુગલિક ક્ષેત્રમાં ઉત્સવો - તે ક્ષેત્ર સ્વાભાવિક રીતે જ આનંદદાયક, રમણીય અને મનોહર હોય છે. યુગલિકો હંમેશાં પોતાની ઇચ્છા પ્રમાણે આનંદ-પ્રમોદ કરે છે, તેથી તેઓને ઉત્સવોનો મહિમા રહેતો નથી. આ રીતે યુગલિક ક્ષેત્રમાં લગ્ન આદિ કોઈ પણ પ્રકારના ઉત્સવો કે ખેલ, તમાશા આદિ થતા નથી. યુગલિક મનુષ્યોનો આયુષ્યબંધ, મૃત્યુ તથા ગતિઃ-તે મનુષ્યો આયુષ્યના છ માસ શેષ રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે. તે પોતાનું પરિપૂર્ણ આયુષ્ય ભોગવે છે. તેઓનું અકાલ મૃત્યુ થતું નથી. આયુષ્ય પૂર્ણ થાય ત્યારે કોઈપણ જાતના કષ્ટ વિના માત્ર છીંક, બગાસું કે ઉધરસના નિમિત્તે જ પતિ-પત્ની બંનેનું એક સાથે મૃત્યુ થઈ જાય છે. સ્ત્રી-પુરુષને પરસ્પર વિયોગનું દુઃખ હોતું નથી. પ્રકૃતિની ભદ્રતાના કારણે મૃત્યુ પામીને તે અવશ્ય દેવલોકમાં જાય છે.
યુગલિક ભવમાં જેટલી સ્થિતિ હોય તેટલી જ સ્થિતિ અથવા તેનાથી અલ્પસ્થિતિવાળાદેવલોકમાં તેઓ ઉત્પન્ન થાય છે. તે પોતાના આયુષ્યથી અધિક સ્થિતિ પામી શકતા નથી. અંતરદ્વીપના મનુષ્યોની સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની છે. તે યુગલિકો તેટલી સ્થિતિવાળા દેવલોકમાં જ ઉત્પન્ન થાય છે. પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિ ભવનપતિ અને વ્યંતર દેવોમાં જ હોય છે, તેથી અંતરદ્વીપના યુગલિકો ભવનપતિ અને વ્યંતર દેવોમાં ઉત્પન્ન થાય છે, જ્યોતિષી કે વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થતા નથી.
- ૩૦ અકર્મભૂમિના યુગલિકોની સ્થિતિ એક, બે કે ત્રણ પલ્યોપમની છે તેથી તે દેવો ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવોના પહેલા-બીજા દેવલોકમાં ઉત્પન્ન થાય છે. તેનાથી ઉપરના દેવલોકમાં ઉત્પન્ન થતા નથી.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org