________________
પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે, દરેક
02 03 04 200 3 C ૨૧૩)
છોકરા રમ્યફવર્ષક્ષેત્રમાં ૬૪ દિવસ; હેમવય-હરણ્યવય ક્ષેત્રમાં ૭૯ દિવસ અને અંતરદ્વીપમાં પણ ૭૯ દિવસ કરે છે. તેટલા દિવસમાં તે યુગલ પરિપક્વ અવસ્થાને પ્રાપ્ત થઈ આત્મનિર્ભર જીવન વ્યતીત કરતાં બંને ય સાથે ભ્રમણ કરે છે. ત્યાર પછી યથા સમયે યુવાવસ્થાને પામીને પતિ-પત્નીના સંબંધને સ્વીકારી લે છે. કોઈ પણ યુગલ પોતાના જીવન કાલમાં એક જ યુગલને જન્મ આપે છે, વધુ સંતાનને જન્મ આપતા નથી. આ રીતે યુગલિકોની સંતાન પરંપરા ચાલે છે. એક યુગલ(ભાઈ-બહેન) જન્મે છે ત્યારે એક યુગલ(મા-બાપ) મૃત્યુ પામે છે, તેથી તેની સંખ્યા તેટલી જ રહે છે. દશ પ્રકારના વૃક્ષોઃ- ૩૦ અકર્મભૂમિ અને પઅંતરદ્વીપના યુગલિક મનુષ્યોનો સંપૂર્ણ જીવનનિર્વાહ વૃક્ષ આધારિત હોય છે. તે ક્ષેત્રોમાં વિશિષ્ટ પ્રકારના ૧૦ જાતિના વૃક્ષો હોય છે. તેમાંથી કેટલાક વૃક્ષોના ફળાદિ ખાદ્ય પદાર્થ રૂપે પરિણત થઈ જાય છે. કેટલાક વૃક્ષોના પત્રાદિ વસ્ત્ર રૂપે ઉપયોગમાં આવે છે. કેટલાક વૃક્ષો સૂર્ય સમ પ્રકાશ આપે છે. આ રીતે તે વૃક્ષોની વિવિધ પ્રકારની પરિણતિઓની અપેક્ષાએ તેના ૧૦ વિભાગ કર્યા છે. (૧) મતંગા:- મત્ત એટલે માદક રસ. જે વૃક્ષના અંગ–અવયવો માદક રસની જેમ પ્રમોદભાવ જનક, આનંદદાયક પેય વસ્તુઓ પ્રદાન કરે છે, તે વૃક્ષોને મતંગા કહે છે. આ વૃક્ષના ફળો પરિપકવ થાય ત્યારે તેમાંથી રસ પ્રવાહિત થાય છે. તેનું રસપાન કરીને યુગલિકો આનંદિત બને છે.
તે વૃક્ષના રસની મધુરતા, શેરડીના રસ, સોમરસ આદિથી અનંતગુણી અધિક મધુર, બલ-વીર્યની વૃદ્ધિ કરનારી હોય છે અને રસપાન કરનારને આનંદ પ્રદાન કરે છે. (૨) ભૂતાગા – ભાજન–પાત્ર આપનારા વૃક્ષો. આ વૃક્ષોના પત્ર આદિ વિવિધ પ્રકારના વાસણના આકારે સ્વાભાવિક રીતે પરિણત થાય છે અર્થાત તેનો વાસણ તરીકે ઉપયોગ થઈ શકે તેવા હોય છે. (૩) ત્રુટિતાંગા – અનેક પ્રકારના વાજિંત્રો આપનારા વૃક્ષો. આ વૃક્ષોમાં પવન પ્રવેશ કરતાં તેમાંથી વિવિધ પ્રકારના સુમધુર વાજિંત્રોના ધ્વનિ નીકળે છે. (૧) તત–વીણા આદિ તારવાળા વાજિંત્રો, (૨) વિતત–ઢોલ વગેરે, (૩) ઘન–કાંસ્ય, તાલ, મંજીરા વગેરે અને (૪) શુષિર–વાંસળી વગેરે પોલાણવાળા વાજિંત્રો, આ ચારે પ્રકારના વાજિંત્રોના ધ્વનિ તે વૃક્ષોમાંથી સ્વાભાવિકનીકળે છે અને તે ધ્વનિ કર્ણપ્રિય અને મનોહર હોય છે. (૪) દીપશિખા – પ્રકાશ આપનારા વૃક્ષો. તે વૃક્ષો સ્વાભાવિક રીતે ઉદ્યોત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org