________________
પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે , વ ર જ છે જ ર૦૧] (૨) અન્ય સર્વ સમુદ્રના પાણી સમતલ છે, લવણ સમુદ્રની જલશિખા ૧૬૦૦૦ યોજન ઊંચી છે. (૩) અન્ય સમુદ્રોના સંસ્થાન એકસમાન ચૂડીના આકારના જ છે. લવણ સમુદ્રની અન્ય વિશેષતાના કારણે તેના વિવિધ સંસ્થાનો થાય છે. ચૂડીનું સંસ્થાન, ગોતીર્થ સંસ્થાન, નાવસંસ્થાન, અશ્વસ્કંધ સંસ્થાન વગેરે. (૪) અન્ય સમુદ્રોમાંમહાપાતાળ કળશો કેલઘુ પાતાળકળશો નથી. લવણ સમુદ્રમાં ચાર મહાપાતાળકળશો અને ૭,૮૮૪ લઘુ પાતાળ કળશો છે. (૫) અન્ય સમુદ્રમાં ભરતી-ઓટ આવતી નથી. લવણ સમુદ્રના પાણીમાં ભરતી-ઓટ આવે છે. (5) અન્ય સમુદ્રના પાણી સ્થિર છે લવણ સમુદ્રનું પાણી ખળભળાટ સહિત છે. (૭) અન્ય સમુદ્રોનું પાણી ખારું નથી, લવણ સમુદ્રનું પાણી ખારું છે. (૮) અન્ય સમુદ્રોમાં વરસાદ થતો નથી, લવણ સમુદ્રોમાં વરસાદ થાય છે.
IિRL ચગલિક ક્ષેત્ર અને મનુષ્યો
(શ્રી જીવાભિગમ સૂત્રઃ પ્રતિપત્તિ-૩])
પ્રશ્ન-૧ઃ યુગલિક કોને કહેવાય? ઉત્તર- (૧) જે મનુષ્યોમાં યુગલ રૂપે સ્ત્રી-પુરુષની સાથે જન્મ થાય, તે સાથે જ જીવન વ્યતીત કરે અને સાથે જ મૃત્યુ પામે તે યુગલિક મનુષ્ય કહેવાય છે. (૨) જે મનુષ્યો દશ પ્રકારના કલ્પવૃક્ષોથી જ જીવન વ્યવહાર ચલાવે છે. જીવન પર્યત અસિ–શસ્ત્ર વ્યાપાર, મસિ-લેખન કલાકે કૃષિ–ખેતી વાડી આદિ કોઈ પણ પ્રકારનો વ્યાપાર કરતા નથી, તે યુગલિક મનુષ્યો કહેવાય છે. (૩) જે મનુષ્યોનું આયુષ્ય ક્રોડપૂર્વ વર્ષથી અધિક હોય, તે યુગલિક મનુષ્ય કહેવાય છે. પ્રશ્ન–ઃ યુગલિકત્ર કોને કહેવાય? ઉત્તર- જે ક્ષેત્રમાં યુગલિકો રહે છે, તે યુગલિક ક્ષેત્ર છે. યુગલિક ક્ષેત્રો ૩૦ અકર્મભૂમિ + ૫ અંતરદ્વીપ = ૮૬ છે. ૩૦ અકર્મભૂમિ – પાંચ હેમવયક્ષેત્ર, પાંચ હરણ્યવયક્ષેત્ર, પાંચ હરિવર્ષક્ષેત્ર, પાંચ રમ્યકવર્થક્ષેત્ર, પાંચ દેવકુરુક્ષેત્ર, પાંચ ઉત્તરકુરુક્ષેત્ર, આ ત્રીસ અકર્મભૂમિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org