________________
પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે જ નહિ વિ જ ૨૦૯] ગોતીર્થ– મધ્યલોકના અસંખ્ય સમુદ્રો ૧000 યોજન ઊંડા છે પરંતુ લવણ સમુદ્રમાં તે પ્રમાણે નથી. તેની ઊંડાઈ ક્રમશઃ વધતી જાય છે. લવણ સમુદ્રના બંને કિનારાથી ૯૫૦૦૦૯૫૦૦૦ યોજન સુધીની ભૂમિ ક્રમશઃ નીચે ઉતરતી જાય છે. ક્રમશઃ નીચે ઉતરતા ભાગને ગોતીર્થ કહે છે. વચ્ચેની ૧૦,૦૦૦યોજન પ્રમાણ ભૂમિ સમતલ છે. તેટલા ભાગમાં લવણ સમુદ્રની ઊંડાઈ ૧૦૦૦ યોજન છે. પાતાળકળશ- લવણ સમુદ્રના સમતલ ભૂમિભાગમાં ચારે દિશામાં એક-એક, તેમ ચાર પાતાળકળશ છે. પૂર્વ દિશામાં વડવામુખ, દક્ષિણ દિશામાં કેતુક, પશ્ચિમ દિશામાં યૂપક અને ઉત્તરદિશામાં ઈશ્વર નામનો પાતાળકળશ છે.
તે પાતાળકળશ એક લાખ યોજન ઊંડા છે તેથી તે પ્રથમ નરક પૃથ્વીના કેટલાક પાથડા સુધી નીચે ગયા છે. તે પાતાળ કળશો મૂળમાં (૧૦,૦૦૦) દશ હજાર યોજન પહોળા, ત્યાર પછી ક્રમશઃ વધતા મધ્ય ભાગમાં (૧,૦૦,૦૦૦) એક લાખ યોજન પહોળા, ત્યાર પછી ક્રમશઃ ઘટતા ઉપરના મુખ ભાગ પાસે (૧૦,૦૦૦) દશ હજાર યોજન પહોળા છે. કળશની ઠીકરી–ભીંત એક હજાર યોજન જાડી છે. તે એક લાખ યોજન ઊંડા કળશના ત્રણ વિભાગ છે. નીચેના ૩૩,૩૩૩ ફુ યોજન પ્રમાણ વિભાગમાં વાયુ છે. મધ્યના ૩૩,૩૩૩ યોજના પ્રમાણ ત્રિભાગમાં વાયુ અને જલ બને છે અને ઉપરના ૩૩,૩૩૩ યોજન પ્રમાણ ત્રિભાગમાં જલ હોય છે.
અનુક્રમે કાલ, મહાકાલ, વેલંબ અને પ્રભંજન નામના વ્યંતરદેવ તે ચારે પાતાળકળશોના અધિપતિ દેવ છે. લઘુપાતાળ કળશ- ચાર મહાપાતાળ કળશોના ચાર આંતરામાં ક્રમશઃ ૧૯૭૧-૧૯૭૧, તેમ સર્વ મળીને ૭૮૮૪ લઘુ પાતાળ કળશો છે. લઘુ પાતાળ કળશો 1000 યોજન ઊંડા છે. તે નીચેના ભાગમાં ૧૦૦ યોજન પહોળા, મધ્ય ભાગમાં (૧૦૦૦) એક હજાર યોજન પહોળા અને ઉપર ૧૦૦ યોજન પહોળા છે. તેની ઠીકરી–ભીંત દશયોજન જાડી વજરત્નની છે. તેના પણ નીચેનાત્રિભાગમાં વાયુ, મધ્યરાત્રિભાગમાં વાયુ તથા જલ અને ઉપરના ત્રિભાગમાં જલ છે.
મહાપાતાળ કળશ અને લઘુ પાતાળ કળશોમાં તથાપ્રકારના સ્વભાવથી જ ઘણા અષ્કાયિક જીવો અને પુદ્ગલોનો ચય-ઉપચય થયા જ કરે છે. જલશિખા – લવણસમુદ્રની વચ્ચેના ૧૦,૦૦૦ યોજના સમતલ ભૂમિભાગનું જલ સમતલ ભૂમિભાગથી ૧૬,૦૦૦ યોજન ઊંચુ જાય છે. જલનો સ્વભાવ ઊર્ધ્વગમનનો ન હોવા છતાં આ સમુદ્રમાં સ્વાભાવિક રીતે જ તે પાણી હમેશાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org